બોલો! બોડેલીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં દુષ્કર્મી આસારામનો ટેબ્લો દેખાયો, પોલીસે સુરક્ષા પણ આપી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: આજે અષાઢી બીજના અવસરે દેશભરમાં ઠેર-ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. બોડેલીમાં પણ આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુજબ શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેમાં બળાત્કારના કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા આસારામની તસવીર સાથેનો ટબ્લો જોવા મળ્યો હતો.

રથયાત્રામાં આસારામનો ટેબ્લો
છોટા ઉદેપુરના બોડેલીમાં આજે રથયાત્રા નીકળી હતી. જેમાં જુદા જુદા સંપ્રદાયના લોકો પોતાના ટેબ્લો સાથે રથયાત્રામાં જોડાયા હતા. આ રથયાત્રામાં બળાત્કારના કેસ દોષિત અને જેલમાં બંધ આસારામના સમર્થકો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જોડાયા હતા. જેઓ આસારામની તસવીર સાથે સમર્થકોએ આશારામની તસવીર સાથેનો ટેબ્લો લઈને જોડાયા હતા. આ દરમિયાન આસારામના ગુણગાન ગાતા ગીતો પણ વગાડવામાં આવ્યા હતા.

બોડેલીમાં વાજતે-ગાજતે ભગવાનની રથયાત્રા નીકળી
બોડેલીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે સુશોભીત કરાયેલા નયમરમ્ય રથમાં બિરાજમાન થઈને બેન્ડબાજા સાથે આ રથયાત્રા નીકળી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેસની સજા
નોંધનીય છે કે, સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં બંને બહેનોએ ફરિયાદ નોંધાવી હતી, જેને ગાંધીનગર ટ્રાન્સફર કરીને ત્યાંથી કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. જેમાં કોર્ટે આસારામને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા સંભળાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT