આસારામ પર દુષ્કર્મનો કેસ સાબિત, આવતી કાલે થઇ શકે છે 10 વર્ષ સુધીની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં ગાંધીનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા 2013 ના એક દુષ્કર્મના કેસમાં દોષીત જાહેર કરવામાં આવ્યા છે. 2013 ના આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામ દોષીત સાબિત થયા છે. આવતી કાલે 11 વાગ્યે કોર્ટ દ્વારા સજાની જાહેરાત કરવામાં આવશે. જ્યારે અન્ય 6 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.

આસારામ દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય બદલ દોષીત જાહેર
અત્રે ઉલ્લેખનીય છે કે, આસારામ 376(2)C, 377,354,342,357,506(2) હેઠળ દોષીત સાબિત થયા છે. કેસના 6 અન્ય આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી વાડેકરે કહ્યું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે કોર્ટમાં પ્રયાસ કરીશું.

શું હતો સમગ્ર મામલો
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની બે બહેનો દ્વારા આસારામના પુત્ર નારાયણ સાંઇ અને આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 1997 થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા વારંવાર શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ બહેનોએ લગાવ્યો હતો. 2013 માં બે બહેનો પૈકીની નાની બહેનો આશારામના પુત્ર નારાયણ સાંઇ અને મોટી બહેને આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ખાતે ટ્રાન્સફર થઇ હતી. જેનો કેસ ચાલી રહ્યો હતો. આજે આ કેસનો ચુકાદો આવ્યો હતો. આવતી કાલે સજા ફટકારવામાં આવશે.

ADVERTISEMENT

કોણ કોણ હતા દોષીત?
1. આશુમલ ઉર્ફે આસારામ
2. ભારતી (આસારામની પુત્રી)
3. લક્ષ્મીબેન (આસારામના પત્ની)
3. નિર્મલા લાલવાણી ઉર્ફે ઢેલ
4. મીરા કાલવાણી
5. મીરા કાલવાણી
6. ધ્રુવી બાલાણી
7. જસવંતી ચૌધરી

    follow whatsapp

    ADVERTISEMENT