જીવલેણ રેવડી? 2021 માં માર્ગ અકસ્માતમાં 7457 લોકોનાં મોત, દંડ નહી વસુલવાની રેવડી લોકોના જીવન સાથે ચેડા
અમદાવાદ : ગુજરાતમાં હાલ ચૂંટણી પણ છે અને સૌથી મોટી તહેવારોની સિઝન દિવાળી પણ આવી ચુકી છે. તેવામાં ચૂંટણીને અનુલક્ષીને સરકાર દ્વારા તહેવારોની સિઝન દરમિયાન…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં હાલ ચૂંટણી પણ છે અને સૌથી મોટી તહેવારોની સિઝન દિવાળી પણ આવી ચુકી છે. તેવામાં ચૂંટણીને અનુલક્ષીને સરકાર દ્વારા તહેવારોની સિઝન દરમિયાન વાહન ચાલકો પાસેથી દંડ નહી વસુલવામાં આવે તેવી જાહેરાત કરી હતી. જો કે સરકારના આ નિર્ણયથી જનતા ખુશ છે પરંતુ નિષ્ણાંતો આ નિર્ણયની ખુબ જ ટિકા કરી રહ્યા છે. આ ઉપરાંત આ રાજકીય મુદ્દો પણ બની ચુક્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર
આ અંગે પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, 2021 દરમિયાન જ ગુજરાતમાં 15,200 અકસ્માત થયા હતા. જેના કારણે 7457 લોકોનાં મોત નિપજ્યાં હતા. તેમ છતા પણ ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જે અકસ્માતની રેવડી આપવામાં આવી છે તેનાથી કેટલાક લોકોને આર્થિક ફાયદો થશે પરંતુ લોકોનાં જીવ જોખમમાં મુકી રહ્યા છે. ભાજપ સરકાર લોકોનાં જીવન સાથે ચેડા કરી રહ્યા છે.
ફ્રીની રેવડીની રચેલી જાળમાં હવે ભાજપ પોતે જ ફસાઇ રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા જ ફ્રીની રેવડી શબ્દને વહેતો મુકવામાં આવ્યો હતો. આપને રેવડી શબ્દ દ્વારા ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે હવે ભાજપ જ પોતાની શબ્દઝાળમાં ફસાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પહેલા સરકાર દ્વારા જે જાહેરાતો કરી રહી છે તેને આમ આદમી પાર્ટી દ્વારા આક્રમક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હવે આપના આક્રમક પ્રહારના કારણે આપ પોતે અસહજ થઇ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT