પોલીસ જવાને જતા જતા સરકાર-IPS અધિકારીઓની એવી પોલ ખોલી કે હવે જવાબ આપતા ફરશે
અમદાવાદ : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેનો મુદ્દો હાલ સૌથી વધારે ગરમ છે. તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા હાલ એક જ સુરમાં એક જ માંગ કરવામાં આવી…
ADVERTISEMENT

અમદાવાદ : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેનો મુદ્દો હાલ સૌથી વધારે ગરમ છે. તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા હાલ એક જ સુરમાં એક જ માંગ કરવામાં આવી રહી છે અને તે છે ગ્રેડ પે. જો કે સરકારે આ ગ્રેડ પેને ખાળવા માટે હાલ પુરતુ 550 કરોડનું રાહત પેકેજ જાહેર કરીને અસંતોષ ડામવા માટેના પ્રાયાસો કર્યા છે. જો કે હજી સુધી પોલીસને સંપુર્ણ સંતોષ નથી. ક્યાંય છાને ખુણે હજી પણ પોલીસ જવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ જવાનની હૃદય દ્રાવક સુસાઇડ નોટથી સમગ્ર ગુજરાતની આંખ ભીની
જો કે આજે એક પોલીસ જવાનો પરિવારસાથે આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. આ હૃદયદ્રાવક ઘટનાના પડઘા ન માત્ર પોલીસ સ્ટાફ પરંતુ સમગ્ર જનમાનસમાં ગંભીર રીતે અસર કરી છે. પોલીસ જવાને જે પ્રકારે ભાવુક સુસાઇડ નોટ સામે આવી છે તે દરેક વ્યક્તિના હૃદયને હચમચાવી નાખે છે. તેમાં પણ તેની અંતિમ લાઇને ફરી એકવાર સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર સવાલો પેદા કરી દીધા છે.
પોલીસ ઉચ્ચ અધિકારીઓ સરકાર,નાગરિક અને કર્મચારી તમામનું શોષણ હોવાનો પોલીસનો મત્ત
પોલીસ જવાને આક્ષેપ કર્યો કે, પોલીસનો ગ્રેડ પે આ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ નથી વધવા દેતા. આ ઉપરાંત આ અધિકારીઓ પોતે ખુબ જ ભ્રષ્ટાચાર કરે છે પરંતુ પોલીસ જવાનોના પગાર વધવા નથી દેતા. મારી સરકારને વિનંતી છે કે, પોલીસનો ગ્રેડ પે વધારવામાં આવે. પોલીસ જવાનનાં આ શબ્દો લોકોના હૃદય સોંસરવા તો ઉતરી જ ગયા છે પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયા છે. સરકાર સાથે મિલીભગત કરીને પોતાના જ કર્મચારીઓનું શોષણ કરતા પોલીસ અધિકારીઓ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાલિનતાનો છોગ ઓઢીને લોકચાહના મેળવતા આઇપીએસ અધિકારીઓનું કાળુ પાસુ ફરી એકવાર લોકોની સામે આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT