ચૂંટણી નજીક આવતાની સાથે જ વિકાસકાર્યોની લાઇનો લાગી, જે નથી જોઇતું તે પણ આપી રહી છે સરકાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી/મહિસાગર : વિધાનસભા ચુંટણી નજીક આવતાજ મહીસાગર જિલ્લામાં નવા ભૂમિ પૂજન અને વિકાસના કામોની જાહેરાતની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થતાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં ખાતમુહૂર્ત અને વિકાસના કામોનો જાહેરાત જનતા વચ્ચે જઈને ઢોલ નગારા પીટીને કરી રહી છે. જેથી મતદારને પોતાના તરફ જકડી રખાય.

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નવું 66 કેવીનું સબ સ્ટેશન બનશે
મહીસાગર જિલ્લાના લુણાવાડાના સરકારી ચમારિયા ગામે પંચમહાલ સાંસદ અને લુણાવાડા ધારાસભ્યના હસ્તે નવીન ૬૬ કે.વી.સબ સ્ટેશન માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની નવા વિકાસની યોજનાની ગ્રાન્ટ હેઠળ રૂપિયા ૪૫૦ લાખના ખર્ચે સબસ્ટેશન સ્થાપિત થશે. ૩૨ ગામોના ૪૪૮૮ના વીજ ગ્રાહકોને આ સબ સ્ટેશનનો લાભ મળશે.

સાંસદે પોતે હાજર રહીને ભુમિપુજન કર્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સરકારી ચમારીયા ખાતે રાજય સરકારની New Development ( ND ) Schemeની ગ્રાન્ટ હેઠળ રુપિયા ૪૫૦ લાખના ખર્ચે જેટકો દ્વારા નવીન ૬૬ કે.વી.સબ સ્ટેશનનું ભૂમિ પૂજન આયોજન કરવા આવ્યું હતું. આ પ્રસંગે નવીન સ્થાપિત થનાર સબ સ્ટેશન સ્થળે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકના હસ્તે એમજીવીસીએલ અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાર્યક્રમ સ્થળે મહાનુભાવો દ્વારા તકતી અનાવરણ કરવામાં આવી હતી. આ અવસરે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકે આ વિસ્તારની જનતાને વીજ સબ સ્ટેશનની સાથે સાથે ટુંકા અંતરમાં જિલ્લા મથક પહોંચી શકાય તે માટે લુણાવાડા મોતિઘોડા પાનમ નદીના નવીન મોટા પુલની રુપિયા ૩૫ કરોડના ખર્ચેના મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપી છે.
સાંસદ રતનસિંહે જણાવ્યું કે, આસપાસના 32 ગામોને ફાયદો થશે
પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોની સુખાકારી માટે અવિરત કાર્ય કરી લોકોના વિશ્વાસથી વિકાસ યાત્રાને આગળ વધારી રહી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારની વધતી જતી વીજમાંગને પહોંચી વળવા ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમીટેડ દ્વારા સ્થાપિત આ સબ સ્ટેશનથી આસપાસના ૩૨ ગામોના સાડા ચાર હજાર જેટલા વીજગ્રાહકોને લાભ મળશે. ઉપરાંત સબ સ્ટેશન બનવાથી ૧૧ કેવી ફીડરની લંબાઈ અને ફીડર લોડિંગ ૫૦ ટકા કરતાં વધારે ઘટવાને કારણે વીજ ગ્રાહકોને વધુ સાતત્યપૂર્ણ અને વિક્ષેપરહિત વીજ પુરવઠો મળશે.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીનો ખોભ સાંસદની સ્પીચમાંપણ જોવા મળ્યો
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થતાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં ખાતમુહૂર્ત અને વિકાસના કામોનો જાહેરાત જનતા વચ્ચે જઈને ઢોલ નગારા પીટીને કરી રહી છે. જેથી મતદારને પોતાના તરફ જકડી રખાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT