PM મોદી ગુજરાતમાં આવતાની સાથે જ બઢતી અને બદલીનો દોર શરૂ, ટોચના અધિકારીઓની થઇ બદલી
ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. તેઓ માં અંબાના દર્શન કર્યા બાદ સીધા જ ગાંધીનગર ખાતે આવ્યા હતા. ગાંધીનગર ખાતે આવ્યા…
ADVERTISEMENT
ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. તેઓ માં અંબાના દર્શન કર્યા બાદ સીધા જ ગાંધીનગર ખાતે આવ્યા હતા. ગાંધીનગર ખાતે આવ્યા બાદ તેઓ અનેક ઉચ્ચ અધિકારીઓ અને સંગઠનના નેતાઓ સહિત અનેક લોકો સાથે મીટિંગ કરી રહ્યા છે. આ મીટિંગો બાદ સંગઠન, સરકાર અને ઉચ્ચ અધિકારીઓની બઢતી અને બદલીનો મોટો ઘાણાવો આવે તેવી શક્યતા છે.
જો કે મીટિગ શરૂ થયાની મિનિટોમાં જ પહેલો બદલીનો ઘાણાવો આવી ગયો છે. ધનંજય દ્વિવેદી કે જેઓ સરકારના નર્મદા વિકાસ નિગમ અને કલ્પસ વિભાગના પ્રિંસિપલ સેક્રેટરી હતા તેઓની બદલી કરી દેવાઇ છે. તેમને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી (આરોગ્ય સચિવ) તરીને નિમણું કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનોજ અગ્રવાલ 31.10.2023 ના રોજ વયનિવૃત થઇ રહ્યા છે.
આ ઉપરાંત શમીના હુસૈન હેલ્થ મેડિકલ સર્વિસ, મેડિકલ એજ્યુકેશનના કમિશ્નરને ધનંજય દ્વિવેદીના સ્થાને નર્મદા વોટર રિસોર્સ અને કલ્પસ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ADVERTISEMENT
હર્ષદ પટેલ કે જેઓ યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના કમિશ્નર હતા તેમની બદલી આરોગ્ય વિભાગ અને મેડિકલ એજ્યુકેશન વિભાગના કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હર્ષદ પટેલ શમિના હુસેનની જગ્યાએ ફરજ બજાવશે.
આલોક કુમાર પાંડે હર્ષદ પટેલના સ્થાને યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના કમિશ્નર બનાવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આલોક કુમાર રિલિફ અને રેવન્યુના કમિશ્નર ને યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT