BJP ની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તમામ પક્ષો પોતપોતાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. દરેક પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા તો લાંબી સમયથી ચાલી રહી હતી. જોકે હવે અધિકારીક રીતે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ જિલ્લા સ્તરે એક સીનિયર પક્ષની વ્યક્તિ, એક સીનિયર સંગઠનની વ્યક્તિ અને એક સ્થાનિક વ્યક્તિને સાથે રાખીને સેન્સ લેવાઇ રહી છે.

ભાજપ માટે સેન્સ લેવાની પ્રક્રિયા પહેલા સરળ હતી હવે ખુબ જ મુશ્કેલ
જો કે સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ માટે અગાઉ જ ખુબ જ સરળ હતી. પરંતુ હવે ભાજપની સેન્સ પણ મુશ્કેલ થઇ રહી છે. આંતરિક વિખવાદ, આંતરિક જુથવાદ, જાતીગત સમીકરણ અને મજબુત વિપક્ષની ગરજ સારતી આમ આદમી પાર્ટીના કારણે દરેક ઉમેદવારનાં મોઢામાં જાણે કે અચાનક જ જીભ આવી ગઇ છે. અગાઉ નેતૃત્વહિન કોંગ્રેસ સિવાય શુન્યાવકાસ હોવાના કારણે અન્યાય થયાની લાગણી થવા છતા કાર્યકર કે નેતા ચુપ રહેતા હતા. જો કે હવે આક્રમક વિપક્ષ સમાન પાર્ટી ઉપરાંત ભાજપમાં પણ સબળ નેતૃત્વ સંગઠન હોય કે પક્ષ દરેક સ્તરે નબળું પડતા હવે કાર્યકર્તાઓ અને નેતાઓનો અસંતોષ ઉછળી ઉછળીને બહાર આવી રહ્યો છે.

ભાજપ અધ્યક્ષની ફોર્મ્યુલાને કારણે સીનિયર નેતાઓ પહેલાથી જ અસંતોષી
આ ઉપરાંત ભાજપ અધ્યક્ષની અગાઉ જાહેર કરેલી ફોર્મ્યુલા કે જેમાં સીનિયર સિટિઝનને ટિકિટ નહી આપવા ઉપરાંત એક પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ સહિતના નીતિ નિયમોના કારણે ન માત્ર કાર્યકર્તા અને દિગ્ગજ નેતાઓ પરંતુ અગાઉની સરકારમાં મંત્રી રહી ચુકેલા નેતાઓ પણ પોતાને ટિકિટ મળશે કે કેમ તે મુદ્દે સાશંક જોવા મળી રહ્યા છે. તેવામાં આવા નેતાઓ અને તેમનું જુથ તો નવાજુની કરવાની ફિરાકમાં તો છે જ આ ઉપરાંત તેઓ ટિકિટ નમળે ત્યાં સુધી નિષ્ક્રિય પણ જોવા મળી રહ્યા છે. જેના કારણે ભાજપની સ્થિતિ ખુબ જ ડામાડોળ જોવા મળી રહી છે.

ADVERTISEMENT

ઉમેદવારો હવે કોઇના કહ્યામાં ન હોય તેવી રીતે વર્તી રહ્યા છે
આ સ્થિતિમાં ભાજપ દ્વારા હવેસેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. દરેક સીટ પર સેન્સની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અનેક ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચી રહ્યા છે. નેતાઓ સામે પોતાની ઉમેદવારી નોંધાવવાની સાથે સામ,દામ, દંડ અને ભેદ પણ અપનાવી રહ્યા છે. જેનાથી સીનિયર નેતાઓ પણ અસહજ થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલ જ્યારે ટિકિટનો નિર્ણય તેમની પાસે નહી હોવાનું કહી ચુક્યા છે ત્યારે ઉમેદવારોના દિલ્હીના ધક્કા વધી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT