બિપોરજોયની અસર, ચોમાસુ શરૂ થાય તે પહેલા અનેક ડેમ છલકાઇ ગયા
અમદાવાદ : બિપરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઇ અને લગભગ તમામ સ્થળો પર વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડું કચ્છમાં ટકરાયા બાદ આગળ વધતા બનાસકાંઠા, રાજસ્થાન…
ADVERTISEMENT
અમદાવાદ : બિપરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઇ અને લગભગ તમામ સ્થળો પર વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડું કચ્છમાં ટકરાયા બાદ આગળ વધતા બનાસકાંઠા, રાજસ્થાન વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેના પગલે બનાસકાંઠામાં જળબંબાકાર સર્જાયો હતો. રાજસ્થાનમાં ભારે વરસાદ થતા બનાસ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.
રાજસ્થાનમાં ભારે વરસાદ થતા બનાસ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. બનાસનદીમાં પાણીની આવક સતત રહેતા બનાસ નદી બેકાંઠે વહેતી થઇ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજસ્થાનમાં સતત વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 51 હજાર 892 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 577 ફુટ પહોંચી હતી. આ ડેમની સરેરાશ 604 ફુટ છે. હાલ પાણીની આવક થતા ડેમની ભયજનક સપાટીએ નોંધાઇ છે.
આ સાથે જ બનાસકાંઠાના સીપુ ડેમમાં પણ 25 હજાર ક્યુસેક પાણીની આવક થતા છેલ્લા 3 વર્ષના ઇતિહાસમાં ખાલી સીપુ ડેમમાં નવા નીર આવતા ખેડૂતોને ઉનાળુ પાક માટે રાહત થઇ છે. જો કે હાલ અનરાધાર વરસાદના કારણે ચોમાસુ સિઝન બગડે તેવી શક્યતા છે. રાજસ્થાન અને અંબાજીમાં પડેલા ભારે વરસાદથી ડેમમા નવા નીરની આવક થતા અમીરગઢના ખેડૂતોને લાભ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT