જૂનાગઢમાં ફાટકોની સમસ્યા સામે શરૂ થઈ આરઝી હકૂમત જેવી લડાઈ, ભાજપના નેતા ઉતર્યા મેદાને

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: રેલવે તંત્ર આ પ્રજને નડતી આઠ ફાટકોની જગ્યાએ અંડર બ્રિજ અને ઓવર બ્રિજ બનાવવા માંગે છે. અને પ્રોજેક્ટ પણ મંજૂર થયો છે. જ્યારે બુદ્ધિજીવી વર્ગ માને છે કે આથી સમસ્યા હલ થવાને બદલે વધશે. આ લડત માટે પ્લાસ્વા શાપુર જોડાણ સમિતિની રચના કરવામાં આવી છે. જે કહે છે અમે નવી સમસ્યા જૂનાગઢમાં નહિ લાવવા દઈએ. જરૂર પડે આરઝી હકૂમતની જેમ લોકમત માટે સહી ઝુંબેશ કરીશું. લોકોના અવાજને દિલ્હી સુધી પહોંચાડીશું.

જૂનાગઢ બેઠક પર 25 વર્ષ ધારાસભ્ય રહેલા બીજેપીના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરુ પણ આ લડતમાં સાથ આપતા કહ્યું કે હું પ્રજાની સાથે છું. બીજેપીનો વિરોધ કે ભાગલા પણ સમજણની કસોટી છે.જે સમસ્યા થશે એ જૂનાગઢનું નાનું બાળક સમજી શકે છે. પણ રેલવે બાબુઓ નથી સમજી શકતા એ જ સમજાવવાની જરૂર છે.

બ્રિજ બનતા વધશે સમસ્યા
અંડર કે ઓવર બ્રિજ બનાવતા પહેલા જૂનાગઢની ભૌગોલિક સ્થિતિ સમજવી પડે, શહેરભરના પાણી આ 11 અંડર બ્રિજ માં ભરાય જાય તો શું થશે. એ રેલ બાબુઓને શું ખબર હોય. સત્તાધીશો એ વાત રેલ બાબુઓને સમજાવે એ જરૂરી છે

ADVERTISEMENT

જૂનાગઢની આ ફાટકોની સમસ્યા વિકાસ ને રૂંધી રહી છે. પરંતું સાંસદ, ધારાસભ્ય અને સત્તાધીશો કહે છે કે ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવાની સમસ્યા હાલ થશે. જ્યારે પ્રજા કહે છે કે જૂનાગઢના બે અંડર બ્રિજથી જ પ્રજા ત્રાહિમામ છે. ત્યારે નવા 11 અંડર બ્રિજ સમસ્યાઓની ભરમાળ રચશે. પછી પ્રજાની સમસ્યા કોણ હલ કરશે? સૌ કોઈ એક જ સૂર માં કહે છે કે ન જોઈએ બુગદા. શાપુર પ્લાસવા લાઈન જોડો અથવા નવો વિકલ્પ વિચારો.

    follow whatsapp

    ADVERTISEMENT