આર્યન મોદી મર્ડર કેસમાં મોદી સમાજના વિરોધ બાદ આરોપીઓ પોલીસના સંકજામાં, જાણો ક્યાં થયા હતા ફરાર ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર, પાલનપુર: ચકચારી આર્યન મોદી હત્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. આર્યન મોદી કેસમાં વધુ 10 આરોપીઓને ઝડપી લીધા છે.હત્યામાં સામેલ તમામ આરોપીઓને પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાંજ પકડી પાડવામાં આવ્યા છે. 5 આરોપીઓ મહીસાગરના લુણાવાડાથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપાયા હતા. ત્યારે 12 રાજ્યમાં 150 થી વધુ સ્થળો પર દરોડા પાડી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

રાજ્યમાં સતત ચર્ચામાં રહેનાર આર્યન મોદી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 10 આરોપીને ઝડપી પાડયા છે. જેમાં તમામ આરોપીઓ પાલનપુરના છે.  આરોપીઓને પકડવા માટે પોલીસે  કુલ – 250 થી વધુ સી.સી.ટી.વી. ફૂટેજ એનાલીસીસ કરી પુરાવા એકત્રીત કરી ગુનાના તમામ આરોપીઓના પુરા નામ સરનામા મેળવ્યા હતા

12 રાજ્યમાં 150થી વધુ સ્થળો પર કરી છાપેમારી
આરોપીઓને પકડવા પોલીસની અલગ અલગ કુલ – 6  ટીમો બનાવવામાં આવી અને જે તમામ ટીમ દિવસ – રાત મહેનત કરી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિગેરે રાજ્યોના 12 થી વધુ જિલ્લામાં 150 થી વધુ સ્થળોએ છાપેમારી કરી આ કામના આરોપીઓ નાસ્તા ફરતા હતા ત્યારે પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરેલ હોવા છતા પોલીસની અલગ અલગ ટીમોની દિવસ – રાતની મહેનત તથા સી.સી.ટી.વી. ફૂટેજ, તથા નેત્રમ ટીમની તથા ટેક્નીકલ ટીમના સતત એનાલીસીસ થી ગુનો કરી નાસ્તા ફરતા તમામ આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડેલ છે.

ADVERTISEMENT

આરોપીના નામ

  • કલ્પેશભાઇ લક્ષ્મણભાઇ ગુડોલ રહે. કુશ્કલ તા.પાલનપુર
  • જગદિશ ભીખાભાઇ જુડાલ રહે.જગાણા તા.પાલનપુર
  • વિપુલભાઇ ગણેશભાઇ કોરોટ રહે. ચંગવાડા તા.પાલનપુર
  • લક્ષ્મણભાઇ શામળભાઇ ચૌધરી રહે.વેસા તા.પાલનપુર
  • સરદારભાઇ ગણેશભાઇ ચૌધરી રહે. ગીડાસણ તા.પાલનપુ
  • ભાવેશભાઇ મોગજીભાઇ કરેણ રહે. જગાણા તા.પાલનપુર
  • ભાસ્કર ભેમજીભાઇ ચૌધરી રહે. જગાણા તા.પાલનપુર
  • આશિષ હરીભાઇ ઉપલાણા રહે.ચગવાડા તા.પાલનપુર
  • સરદાર વાલજીભાઇ ચૌધરી રહે.એદરાણા તા.પાલનપુર
  • સુરેશ સરદારભાઇ કાથરોટીયા રહે.પટોસણ તા.પાલનપુર

આ પણ વાંચો: આણંદથી રાજસ્થાન જઈ રહેલી જાનૈયાની બસમાં આગ ભભૂકી ઉઠી, લોકોનો જીવ તાળવે ચોંટયા

ADVERTISEMENT

જાણો શું હતી ઘટના
પાલનપુરની આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય આર્યન મોદીને ફોન કરીને કોઈ અજાણ્યા શખ્સોએ બોલાલ્યા બાદમાં તેનું અપહરણ કરવામાં આવ્યું. પાલનપુરના ડેરી રોડ ઉપરથી કારમાં અપહરણ કરીને તેને લઈ જવાયો અને ઢોર માર માર્યો હતો. જે બાદ કોલેજ આગળ છોડી મુકતા ગંભીર હાલતમાં વિદ્યાર્થીને તેના પરિવાર દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન આર્યને અંતિમ શ્વાસ લીધા.. જેને લઈને મોદી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનો સહિત મોદી સમાજના લોકો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા અને છાજિયા લઈને પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુધી પોલીસ આરોપીઓને પકડશે નહી ત્યા સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. જો કે, એસપી સહિત પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોર પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આરોપીઓને જલ્દી પકડી લેવાશે તેવી ખાતરી આપી હતી, તેમ છતાં પરિવારના સભ્યો પોતાની માંગ ઉપર અડગ રહી બેસી રહ્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT