અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોદી-મોદીના નારા લાગ્યા, કેજરીવાલનો આકરો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વડાપ્રધાન મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. તેઓ એક બાદ એક સભાઓ અને રેલીઓ યોજી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ પણ પ્રચારના કામે લાગી ગઈ છે. રાહુલ ગાંધી પણ હવે તો આવી રહ્યા છે. ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આક્રમક પ્રદર્શનની આશા સાથે એકબાદ એક પ્રવાસો યોજી રહ્યા છે.

જો કે કેટલાક સ્થળો પર તેમને વિરોધનો પણ સામનો કરવો પડે છે. આવી જ એક ઘટના સામે આવી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો પંચમહાલના રોડ શો કરી રહ્યાં હતા તે દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. જો કે અરવિંદ કેજરીવાલે આ અંગે કહ્યું કે, એક દિવસ આમ આદમી પાર્ટી પણ મોદી સમર્થકોના દિલ જીતી લેશે.

પંચમહાલના હાલોલમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન મોદી મોદીના નારાઓ લોકોએ લગાવ્યા હતા. જો કે કેજરીવાલે કહ્યું કે, કેટલાક મિત્રો મોદી મોદી બોલી રહ્યો છે. હું તેમને કહેવા માગુ છુ કે, તમે ગમે તેટલા મોદી મોદીના નારા લગાવી લો પણ તમારા બાળકના સારા શિક્ષણ માટે સારી સ્કૂલ કેજરીવાલ જ બનાવી આપશે.

ADVERTISEMENT

મોદીના ગમે તેટલા નારા લગાવી લો પણ મફત વીજળી કેજરીવાલ આપવાનો છે. તમે કોને સમર્થન કરો છે તેનો અમને કોઈ વાંધો નથી પણ એક દિવસ અમે તમારૂ દિલ જીતવામાં જરૂર સફળ રહીશું. એક દિવસ એવો હશે કે તમે પણ આમ આદમ બનશો.

કેજરીવાલે કહ્યું કે, જે લોકો ગુંડાગર્દીમાં વિશ્વાસ રાખે છે અને અપશબ્દોને પસંદ કરે છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે. તેમણે કહ્યું કે, સારી શાળા બાનવવાની હોય તો મારી પાસે આવો, મફત વીજળી, સારી હોસ્પિટલ, સારા રોડ જોઈએ છે તો મારી પાસે આવો. નાગરિકોને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે, હું તમારી પાસે પાંચ વર્ષ માંગુ છું. તમે એમને 27 વર્ષ આપ્યા છે. મને પાંચ વર્ષ આપો. જે મે ગેરેન્ટી આપી તે પૂરી ન કરૂ તો તમારી પાસે ક્યારેય નહી આવું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT