ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલે કોર્ટમાં રાહત માંગતી અરજી કરી
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે અમદાવાદની કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. ત્યારે હવે કેજરીવાલ દ્વારા અરજી કરવામાં આવી છે જેમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે અમદાવાદની કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. ત્યારે હવે કેજરીવાલ દ્વારા અરજી કરવામાં આવી છે જેમાં કેસની સુનાવણી દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી તેમને રાહત આપવાની માગણી કરી છે.
કેજરીવાલે જરૂર ન હોય તો ટ્રાયલમાં ન બોલાવવા કરી અરજી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમના વિરુદ્ધ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે અરવિંદ કેજરીવાલ વતી તેમને રાહત આપવાની માંગ કરાઈ છે. કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી તેમને રાહત આપવા માંગ કરી છે. ટ્રાયલનાં દિવસે કેજરીવાલવતી તેમના વકીલો હાજર રહેશે. કેજરીવાલ તરફથી સમગ્ર કેસના દસ્તાવેજો પણ ફરિયાદી પાસે મેળવવા માંગ કરવામાં આવી છે.
કેજરીવાલે કરી હતી વાંધાજનક પોસ્ટ
નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. અમદાવાદ કોર્ટે આજે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. કોર્ટે દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ બે વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પીએમની ડિગ્રી સંબંધિત કેસ
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ADVERTISEMENT