અરવિંદ કેજરીવાલે ફરી એકવાર વીજળી અને શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો, પેપર લીક વિશે કહી આ મોટી વાત…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકાઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે દ્વારકા ખાતે લોકોને સંબોધી ખેડૂતો સહિત ભારતને નંબર-1 બનાવવાના મુદ્દાને ઉઠાવ્યો છે. આ દરમિયાન તેમણે ફરીથી ફ્રિ વીજળી તથા મહિલાઓને આર્થિક સહાય મુદ્દે ગેરન્ટી આપી હતી. એટલું જ નહીં તેમણે હોસ્પિટલો અને શાળાઓ ખોલવા તથા તેની સ્થિતિ સુધારવા વિશે મોટી જાહેરાત કરી હતી. ચલો આપણે તેમના સમગ્ર કાર્યક્રમ પર નજર કરીએ…

પેપર લીક મુદ્દે કેજરીવાલનું આકરુ વલણ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અત્યારે એક પછી એક ગુજરાતમાં એટલા બધા પેપર ફુટ્યા છે કે હું ચોંકી ગયો છું. જો અમારી સરકાર બનશે તો ફેબ્રુઆરી સુધીમાં અમે તલાટીના પેપર જાહેર કરાવીશું. એપ્રિલ મહિનામાં બધાને પોસ્ટિંગ મળી જવાની ગેરન્ટી પણ અરવિંદ કેજરીવાલે આપી છે. એટલુ જ નહીં અરવિંદ કેજરીવાલે આ પેપર લીક મુદ્દે જે પણ આરોપીઓ છે તેમને જેલભેગા કરવાની ખાતરી પણ આપી હતી.

હોસ્પિટલો અને સરકારી શાળાની સ્થિતિ સુધારાશે- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે શુક્રવારે દ્વારકામાં જનતાને સંબોધનમાં જણાવ્યું કે હોસ્પિટલો અને સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે અમે સતત કાર્યરત રહીશું. અમે અત્યારે તમામ સરકારી શાળાઓ તથા હોસ્પિટલોની કાયાપલટ કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છીએ. આ દરમિયાન લોકોને ફ્રીમાં સારવાર કરવા માટે પણ વધારે પહેલ કરવાની વાત અરવિંદ કેજરીવાલે કરી હતી.

ડબલ એન્જિનની સરકાર પર શું બોલ્યા?
આ ઉપરાંત પોરબંદર એરપોર્ટ પર હાલમાં તમામ ફ્લાઈટો બંધ છે. આ મુદ્દે સરાકારને ઘેરતા કેજરીવાલે કહ્યું કે, કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ અહીં તો તમામ એન્જિન બંધ થઈ ગયા. અમને વોટ આપો અમે બધા એન્જિન ચાલું કરીશું.

કેજરીવાલનો સંપૂર્ણ કાર્યક્રમ

ADVERTISEMENT

  • અરવિંદ કેજરીવાલ આજે બપોરે બપોરના સમયે જનસભાને સંબોધશે.
  • ત્યારપછી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે.
  • ત્યારપછી તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે.
  • બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે.
  • સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT