અરવલ્લીમાં શામળાજી ડેમ ઓવરફ્લો થતા 15થી વધુ ગામોને એલર્ટ કરાયા
અરવલ્લીઃ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન અરવલ્લીમાં શામળાજીના મેશ્વા ડેમમાં પાણીની આવક વધી જતા તે ઓવરફ્લો થઈ ગયો છે.…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન અરવલ્લીમાં શામળાજીના મેશ્વા ડેમમાં પાણીની આવક વધી જતા તે ઓવરફ્લો થઈ ગયો છે. આના કારણે આસપાસનાં 15થી વધુ ગામડાઓને અસર પહોંચી છે. જેના પગલે ગ્રામજનોને એલર્ટ કરી દેવાયા છે. અરવલ્લી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થયો છે. 2 દિવસ અગાઉ અરવલ્લીમાં ભૂસ્ખલનની ઘટના સામે આવતા 20 કિલોમીટરનો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તેવામાં હવે આ સિઝનનો વરસાદ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કરતો નજરે પડી રહ્યો છે.
ડેમનું જળસ્તર સતત વધ્યું
શામળાજીનો મેશ્વા ડેમ ઓવરફ્લો થતા 15થી વધુ ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે. અત્યારે આ અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિકો સતર્ક રહેવાની સૂચના આપી દેવાઈ છે. તો બીજી બાજુ ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
ADVERTISEMENT
અરવલ્લીમાં ભૂસ્ખલન થતા 20 KM સુધી ટ્રાફિક જામ
વરસાદી માહોલ વચ્ચે પહાડી વિસ્તારમાં ભેખડો ધસી આવવાની મોટાભાગની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવામાં અરવલ્લીમાં પહાડો પરથી ભેખડો ધસી આવતા નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. વળી પથ્થરોના નાના મોટા ટુકડાઓની ચાદર અત્યારે રસ્તા પર પથરાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. પહાડો પરથી ભેખડો પડવાના કારણે મોટાભાગના વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
ADVERTISEMENT
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ધોધમાર વરસાદ
અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં અત્યારે 8 જિલ્લાઓ ઓરેન્જ અને 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ટકોર કરી દેવામાં આવી છે. બીજી બાજુ શહેરી વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતા આ સિઝનનો સારો વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
With Input – હિતેશ સુતરિયા
ADVERTISEMENT