આર્મી જવાને જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી બે લોકોને બચાવ્યા
અમદાવાદ : રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાઇ ચુક્યા છે. અનેક સ્થળોએ ખાના-ખરાબી સર્જાઇ છે. અનેક સ્થલો…
ADVERTISEMENT
અમદાવાદ : રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાઇ ચુક્યા છે. અનેક સ્થળોએ ખાના-ખરાબી સર્જાઇ છે. અનેક સ્થલો પર ગામડાઓના કોઝ વે પરથી ધસમસતો પ્રવાહ પસાર થઇ રહ્યો છે. જેના કારણે ગામડાઓ કપાઇ ચુક્યા છે. જો કે કેટલાક લોકો આવા વહેતા પાણીમાં પણ વાહનો લઇ જઇને ઘરે પહોંચવા માટેની ઉતાવળ કરતા હોય છે. આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામે બન્યો હતો.
કસાણ ગામના કોઝવે પર નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક એક ઇકો ગાડીના ચાલકે પોતાની ગાડી કોઝવે પર ચલાવી હતી. જો કે મધ રસ્તે અચાનક આ ગાડી બંધ પડી ગઇ હતી. ગાડી ધીરે ધીરે તણાવા લાગી હતી. જેમાં બેઠેલા પાંચ લોકો સમયસર બહાર તો નિકળી ગયા હતા. જો કે તેઓ કિનારે આવે તે પહેલા તણાવા લાગ્યા હતા. ત્રણ લોકો હેમખેમ બહાર નિકળી ગયા હતા. જો કે બે લોકો ધસમસતા પાણીમાં તણાઇ ગયા હતા.
જો કે મહિલા અને યુવાનને મોટી જાગધાર ગામના આર્મી જવાન વિશાલ ડોડિયાએ બંન્નેને બચાવ્યા હતા. આર્મી જવાન હાલ રજા પર હોવાથી તે ભગુડા ધામના દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે જ આ ઘટના બનતા તેણે જીવની પરવા કર્યા વગર જ નદીમાં કુદીને બે લોકોના જીવ બચાવ્યા હતા. આર્મી જવાનના દિલધડક રેસક્યુના કારણે બે લોકોના જીવ બચી ગયા છે. જીવતા બચેલા બંન્ને લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાએ કહ્યું કે, તે ભાઇ અમારા માટે દેવદુત બનીને આવ્યા હતા. અમારો બંન્નેનો જીવ બચાવ્યો હતો.
ADVERTISEMENT
સ્થળ પર જ હાજર મામલતદાર નિરવ પારિતોષે આર્મી જવાન વિશાલ ડોડિયાને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, આર્મી જવાન જ્યાં પણ હોય ક્યારે ઓફ ડ્યુટી નથી હોતો આ કહેવત છે પરંતુ વિશાલ ડોડિયાએ આ વાતને સાચી કરી બતાવી છે. આજે તેણે બે વ્યક્તિના જીવ બચાવીને જિલ્લા સહિત રાજ્ય અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ઇન્ડિયન આર્મી ગમે તેવી સ્થિતિમાં સામાન્ય નાગરિકની સાથે છે તે બાબતનો પરચો આપ્યો છે.
ADVERTISEMENT