GUJARAT મોડલથી લોકો કંટાળી ગયા છે? કર્ણાટકમાં આ મોડલ તમામ રીતે નિષ્ફળ રહ્યું

ADVERTISEMENT

Karnataka election Gujarat Model
Karnataka election Gujarat Model
social share
google news

અમદાવાદ : અનુસૂચિત જનજાતિના મામલામાં પણ કોંગ્રેસ સૌથી આગળ છે. આ સમુદાયમાંથી કોંગ્રેસ દ્વારા કુલ 17, ભાજપ દ્વારા 18 અને જેડીએસ દ્વારા 14 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસનો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ 88.24 ટકા હતો. Karnataka election data analysis કરતા ખુબ જ ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. સત્તારૂઢ ભાજપે કર્ણાટક ચૂંટણીમાં કુલ 68 બેઠકો ગુમાવી છે. પાંચ વર્ષ પહેલા 104 બેઠકો જીતનાર ભાજપને આ વખતે ઉગ્ર સત્તાવિરોધી વલણનો સામનો કરવો પડ્યો હતો. તે માત્ર 66 બેઠકો પર સમેટાઇ ગઇ હતી. ચૂંટણી પહેલા તેના સફળ રાજકીય પ્રયોગોના ભાગ રૂપે ભાજપે ત્યાં પણ ઘણા દિગ્ગજોની ટિકિટ કાપી હતી અને ઘણા નવા ચહેરાઓ પર દાવ લગાવ્યો હતો, જો કે કર્ણાટકની જનતાએ આ કોન્સ્ટેપ્ટને મુળીયામાંથી જ કાપી નાખ્યો હતો. એક રીતે જોવા જઈએ તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપ જે ગુજરાત મોડલ લાગુ કરવાનો દાવો કરે છે તેને દક્ષિણના રાજ્યએ ફગાવી દીધું છે.

ભાજપના ત્રણેય બ્રહ્માસ્ત્રો નિષ્ફળ
ભાજપે કર્ણાટકને કબજે કરવા માટે હિન્દુ કાર્ડ, દલિત કાર્ડ અને લિંગાયત કાર્ડ પર દાવ અજમાવ્યો હતો. એક પ્રકારે કર્ણાટકને કાબુમાં લેવા માટેના ત્રણ બ્રહ્માસ્ત્રો હતા. જો કે આ તમામ નિષ્ફળ ગયા હતા. ચૂંટણીના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, તાજેતરની ચૂંટણીઓમાં લિંગાયત સમુદાયમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ કોંગ્રેસ કરતા ત્રીજા ભાગનો જ છે. જ્યારે કોંગ્રેસે લિંગાયત સમુદાયના 51 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે ભાજપે સૌથી વધુ 68 અને જેડીએસે 44 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ કોંગ્રેસના સૌથી વધુ ઉમેદવારો જીત્યા હતા.

મોટાભાગના લિંગાયત ધારાસભ્યો કોંગ્રેસમાંથી જીત્યા
કોંગ્રેસના કુલ 39 લિંગાયત ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસનો જીતનો સ્ટ્રાઈક રેટ 74.51 ટકા હતો. જ્યારે ભાજપનો સ્ટ્રાઈક રેટ માત્ર 26.47 ટકા અને જેડી(એસ)નો 4.55 ટકા હતો. તેવી જ રીતે કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો પર પણ રહ્યું છે. પાર્ટીએ 58.33 ટકાના વિજય સ્ટ્રાઇક રેટ સાથે કુલ 36 SC ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે 37 SC ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. તેનો વિજય સ્ટ્રાઈક રેટ 32.43 ટકા છે અને જેડીએસનો વિજય દર 9.09 ટકા (33 ઉમેદવારો પર) છે.

ADVERTISEMENT

ST ઉમેદવારોની જીતમાં પણ કોંગ્રેસ મોખરે
અનુસૂચિત જનજાતિના મામલામાં પણ કોંગ્રેસ સૌથી આગળ છે. આ સમુદાયમાંથી કોંગ્રેસ દ્વારા કુલ 17, ભાજપ દ્વારા 18 અને જેડીએસ દ્વારા 14 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસનો સૌથી વધુ 88.24 ટકાનો સ્ટ્રાઈક રેટ હતો. જ્યારે ભાજપનો 11.11 અને જેડીએસનો સ્ટ્રાઈક રેટ માત્ર 7.14 ટકા હતો.

ભાજપને નવા ઉમેદવારોએ નિરાશ કર્યા
ભાજપે 21 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ કાપી નાખી હતી. 224 વિધાનસભા સીટોમાંથી અડધા કરતા પણ ઓછી એટલે કે 103 સીટો પર 2018 માં જીતેલો ઉમેદવારોને ઉતાર્યા હતા. પાર્ટીએ 82 સીટો પર નવા ચહેરા ઉતાર્યા હતા. જો કે લોકોએ તેમને સ્વિકાર્યા નહોતા. 82 પૈકી માત્ર 3 જ જીત્યા હતા. ભાજપે કોંગ્રેસ અથવા જેડીએસમાંથી 19 પક્ષપલટોને પણ ટિકિટ આપી હતી, પરંતુ તેમાંથી માત્ર 6 જ જીતી શક્યા હતા. ભાજપના 103 વર્તમાન ધારાસભ્યોમાંથી 37 ચૂંટણી હારી ગયા હતા.

ADVERTISEMENT

ગુજરાત-MP-UPમાં પ્રયોગ સફળ રહ્યો છે.
ભાજપે આવો પ્રયોગ પહેલીવાર કર્યોએવું નથી. અગાઉ ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા ઘણા રાજ્યોમાં આ ફોર્મ્યુલાનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે પરંતુ કર્ણાટકમાં તે નિષ્ફળ જણાઈ રહ્યું છે. નવા ચહેરાને મેદાનમાં ઉતારવાની પાર્ટીની જૂની વ્યૂહરચનાથી ભાજપમાં વિરોધ અને બળવો થયો છે. ઘણી બેઠકો પર બળવાખોરો અને સત્તા વિરોધી લહેરે ભાજપના રાજકીય વિજયના સપનાને બરબાદ કરી દીધા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT