અરવલ્લીઃ યુરિયા ખાતરની અછત, ખેડૂતો પાકની ચિંતામાં પરેશાન
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં ઠેરઠેર યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. અહીં યુરિયા ખાતરની જાણે શોધાશોધ કરવી પડે તેવી સ્થિતિમાંથી ખેડૂતો પસાર થઈ રહ્યા છે.…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં ઠેરઠેર યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. અહીં યુરિયા ખાતરની જાણે શોધાશોધ કરવી પડે તેવી સ્થિતિમાંથી ખેડૂતો પસાર થઈ રહ્યા છે. જિલ્લાના ખાતર કેન્દ્રો પર યુરિયા ખાતર નથી તેવા બોર્ડ પણ લાગી ગયા છે. જેના કારણે ખેડૂતો પાક ખરાબ થાય નહીં તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે.
ખાતર પુરુ પાડવાની માગ ઉઠી
અરવલ્લી જિલ્લામાં ખાતર કેન્દ્રો પર યુરિયા ખાતર નથી તેવા બોર્ડ લગાવી દેવાયા છે. મોડાસા માર્કેટ યાર્ડમાં યુરિયા ખાતર નથી તેવા બોર્ડ જોવા મળ્યા છે. એક તરફ શિયાળુ પાકને લઈ ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે તો બીજી તરફ ખાતર નથીના બોર્ડ જોવા મળી રહ્યા ચે. યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને પાકની ચિંતા પરેશાનીમાં વધારો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઘઉં, દિવેલા, રાયડો, કપાસના પાક માટે યુરિયા ખાસ જરૂરી માનવામાં આવે છે. ખેડૂતોની ખાતર ઝડપી આપવા તંત્રને માગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો…
PM મોદી યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા, માતા હીરાબાની તબીયત છે નાદુરસ્ત
7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું
હીરા બાની તબીયત નાદુરસ્તઃ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, સ્વાસ્થ્ય લાબની કામના કરીએ છીએ
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT