હચમચાવી મુકનારી ઘટનાઃ અરવલ્લીમાં 9 વર્ષના બાળકે 4 વર્ષના માસૂમ સાથે આચર્યું દૂષ્કર્મ
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 9 વર્ષના બાળક પર દૂષ્કર્મને મામલે આરોપ થયો છે. ફરિયાદમાં ભોગ બનનાર પણ નાનુ બાળક…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 9 વર્ષના બાળક પર દૂષ્કર્મને મામલે આરોપ થયો છે. ફરિયાદમાં ભોગ બનનાર પણ નાનુ બાળક છે જેની ઉંમર માત્ર 4 વર્ષની છે. આ મામલાને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માતાએ નોંધાવી ફરિયાદ
અરવલ્લી જિલ્લામાં ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં એક 4 વર્ષના બાળક પર ત્યાંના જ 9થી 14 વર્ષના બાળક દ્વારા દૂષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. નાના બાળકને ચોકલેટ આપવાની લાલચ આપીને દૂષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક દ્વારા દૂષ્કર્મ આચરાયું હોવા અંગે ભોગ બનનારની માતા દ્વારા ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈના સાગરિતો ડ્રગ્સ સાથે પકડાયા, સુરેન્દ્રનગરના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
બાળકોનું કાઉન્સેલિંગ કરાયું
હાલ પોલીસે સાયંટીફીક પુરાવાઓ મેળવવાના પ્રયાસો કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકની પણ પુછપરછ હાથ ધરી છે. જિલ્લા બાળ સુરક્ષા કચેરીના અધિકારીઓને આ મામલે જાણ થતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક અને ભોગ બનનાર બાળકનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. આ મામલે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિલેશ પરમારે જાણકારી આપતા કહ્યું કે, હાલ ભોગ બનનાર બાળક 4 વર્ષનું હોવાની અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકની ઉંમર 11 વર્ષની આશરે હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT