અરવલ્લીમાં BJPના ધારાસભ્ય ઘરે લૂંટનો ભેદ 23 દિવસે ઉકેલાયો, ઘરનો નોકર જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ
Aravalli News: અરવલ્લીમાં ભાજપના ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના નિવાસસ્થાને તેમની પત્નીને બંધક બનાવીને લૂંટનો બનાવ બન્યો હતો. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.…
ADVERTISEMENT
Aravalli News: અરવલ્લીમાં ભાજપના ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના નિવાસસ્થાને તેમની પત્નીને બંધક બનાવીને લૂંટનો બનાવ બન્યો હતો. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પોલીસને 23 દિવસ બાદ સફળતા મળી છે. પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ધારાસભ્યના ઘરમાં કામ કરતા નોકરની પણ સંડોવણી સામે આવી છે.
નોકરી લૂંટની બાતમી આપી હતી
આ અંગે અરવલ્લીના SP શેફાલી બરવાલે કહ્યું કે, લૂંટની આ ઘટનામાં LCB દ્વારા ઘણા દિવસોથી તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન બાતમીના આધારે વીરપુર બોર્ડરથી લૂંટનો મુદ્દામાલ લઈને વેચવા માટે આવી રહેલા બે લોકોને પકડી લેવામાં આવ્યા હતા. તેમાંથી રાજુ વેલજી અને કાંતિલાલ બંને પકડીને પૂછપરછ કરતા તેમણે ધારાસભ્યના ઘરમાં કામ કરતા નંદુનું નામ આપ્યું હતું જે ત્યાં એક વર્ષથી કામ કરતો હતો. નંદુએ 14 તારીખે બંનેને મળીને બાતમી આપી કે શેઠ-શેઠાણીના ઘરમાં બહુ પૈસા રાખ્યા છે. મેં પહેલા પણ 50 હજારની ચોરી કરી છે તેમને ખબર નથી પડી. તમે જાઓ અને લૂંટમાંથી થોડી રકમ મને પણ આપી દેજો.
15 તોલા સોનું ચોરાયું હતું
બનાવના દિવસે ધારાસભ્યના પત્ની ઘરમાં એકલા હોવાથી નંદુએ દરવાજાની કડી પણ પહેલાથી જ ખુલ્લી રાખી હતી જે બાદ અડધી રાત્રે બાઈક પર ત્રણ લૂંટારૂં આવ્યા હતા. જેમણે ધારાસભ્યના પત્નીને બંધક બનાવ્યા અને ઘરના કયા રૂમમાં દાગીના અને રોકડ છે તે જાણતા હોય તેમ તેની લૂંટ કરીને ફરાર થઈ ગયા. પોલીસના જણાવ્યા મુજબ, ધારાસભ્યના ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા ચોરાઈ હતી. હાલમાં આ લૂંટની ઘટનામાં લાલાભાઈ નામનો આરોપી ફરાર છે.
ADVERTISEMENT
(ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT