અરવલ્લીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને કેવી છે તૈયારીઓઃ દરેક કેન્દ્ર પર 1 PSI કે ASI તૈનાત

Urvish Patel

ADVERTISEMENT

ગુજરાતમાં ત્રણ દિવસ પછી એટલે કે આગામી 9મી એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. અગાઉ પેપર ફૂટવાને કારણે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ થઈ હતી અને પરીક્ષાર્થીઓના સપનાઓ ચકનાચુર થયા હતા.
ગુજરાતમાં ત્રણ દિવસ પછી એટલે કે આગામી 9મી એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. અગાઉ પેપર ફૂટવાને કારણે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ થઈ હતી અને પરીક્ષાર્થીઓના સપનાઓ ચકનાચુર થયા હતા.
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં ત્રણ દિવસ પછી એટલે કે આગામી 9મી એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. અગાઉ પેપર ફૂટવાને કારણે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ થઈ હતી અને પરીક્ષાર્થીઓના સપનાઓ ચકનાચુર થયા હતા. જેને લઈને હવે જ્યારે પરીક્ષાને ફરી 9મી એપ્રિલે લેવાની છે ત્યારે તંત્ર પોતાના માથે ફરી કાળી ટીલી લાગે નહીં તેના સતત પ્રયત્નોના ભાગ રૂપે વિવિધ પ્રકારની તૈયારીઓ કરી રહી છે. અરવલ્લી કલેક્ટર દ્વારા આજે આ અંગેની તૈયારીઓની માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અરવલ્લીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને જેટલા પણ કેન્દ્રો પર પરીક્ષા થવાની છે તે દરેક કેન્દ્ર પર 1 PSI કે ASI કક્ષાના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

પેપર લીકની ઘટનાઓ પછી કડક કાયદો બનાવાયો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પહેલા તો સરકારી નોકરીની પરીક્ષા સમયસર થવી, પેપર લીક થવા, પરિણામોને લઈને પ્રશ્નો, ભરતીના કૌભાંડો, નકલી સર્ટીફિકેટ બનાવીને ભરતી લેવાના કૌભાંડો, ડમી ઉમેદવાર દ્વારા પરીક્ષા આપી બીજાને સરકારી નોકરી લેવાના કૌભાંડો, આવા તો મોટું લિસ્ટ બને એવા એવા પ્રકારના કૌભાંડો થતા રહ્યા છે અને તંત્ર તો ઠીક જનતામાં પણ તેને લઈને કોઈ સળવળાટ જોવા મળતો ન્હોતો. હાલમાં જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું ત્યારે જે તે દિવસે ભારોભાર નારાજગી જોવા મળી હતી. એ દિવસ વિદ્યાર્થીઓ રડ્યા, સોશ્યલ મીડિયા પર બે દિવસ ઉહાપોહ મચ્યો, વિરોધ પક્ષના થોડા દિવસોનો વિરોધ પણ જોવા મળ્યો. જોકે આ ઘટનામાં લોકોની નારાજગીને અંદાજી ગયેલી સરકારને પણ આખરે થયું કે પેપર લીક મામલામાં કડકાઈથી પગલા લેવા પડે તે જરૂરી છે. ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ અને અગાઉ 15 તથા આજે 10 એમ 25 લોકો સામે તાત્કાલીક પગલા લઈ ધરપકડ કરી લીધી. તથા સરકારે આ તરફ કડક કાયદો વિધાનસભામાં પસાર કર્યો. હવે તેને અમલી બનાવવામાં પણ એટલી જ કઠણાઈ છે.

અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલમાંથી ઝડપાયું જુગારધામ, તાજ હોટલના માલિક કરતાં હતા આ કાંડ

અરવલ્લીમાં કેવી છે તૈયારીઓ
આ તરફ આપ નેતા યુવરાજસિંહ દ્વારા આ પરીક્ષામાં પણ ડમી ઉમેદવારો દ્વારા પેપર અપાવાની વાતને તંત્ર સામે મુકવામાં આવી છે. ત્યારે તંત્ર માટે પણ જવાબદારી વધી ગઈ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ થઈ રહી છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે અરવલ્લીમાં કુલ 53 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. જેમાંથી 562 વર્ગ ખંડોમાં 16860 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેસશે. તાલુકા મથક ઉપર 16 પરીક્ષા કેન્દ્રો છે. જિલ્લાના વિવિધ ગામોમાં 25 પરીક્ષા કેન્દ્રો છે. જિલ્લાના દરેક કેન્દ્ર પર 1 પીએસઆઈ અથવા એએસઆઈ કક્ષાના પોલીસ અધિકારીને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયત સ્ટ્રોંગ રૂમ ખાતે પણ 6 એસઆરપી જવાનની ટીમ તથા એક DySP/PI કક્ષાના અધિકારીને સુરક્ષાનો કાર્યભાર સોંપાયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp

    ADVERTISEMENT