અરવલ્લીઃ બાપુના પુત્ર માટે જગદીશ ઠાકોર પ્રચારે, ‘ચૂંટણી પંચ ભાજપના ઘૂંટણિયે’
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ચૂંટણી સભા માલપુર અને બાયડના બોરડી ગામે યોજાઈ હતી. ચૂંટણી સભામાં કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપને…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ચૂંટણી સભા માલપુર અને બાયડના બોરડી ગામે યોજાઈ હતી. ચૂંટણી સભામાં કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપને આડે હાથ લીધી હતી. દરમિયાન તેમણે પોતાની આક્રમક ભાષણબાજીને પગલે ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પંચ ભાજપ સરકારના ઘૂંટણિયે પડી ગયું છે.
ભાજપ બેફામ બન્યું, હેરાન કરવાના પેંતરા કરે છેઃ જગદીશ ઠાકોર
તેમણે જાહેરસભામાં જણાવ્યું હતું કે હક લેવા માટે આપણે ક્યાંક નબળા પડતા જઈએ છીએ એટલે ભાજપ બેફામ બન્યું છે, ભાજપના નેતાઓ કોંગ્રેસના ગરીબ માણસને દબાવી દેવાનો, લુખ્ખા, ગુંડા ઊભા કરી કોંગ્રેસને હેરાન પરેશાન કરવાના પેંતરા કરતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જ્યારે બાયડ તાલુકા બોરડી ગામે ચૂંટણી સભામાં જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ વિરુદ્ધ પણ આક્ષેપ કર્યા હતા. ચૂંટણી પંચ ભાજપ સરકારના ઘૂંટણિયે પડી ગયું હોવાનું જણાવી જગદીશ ઠાકોર પોતાનું ગરીબીમાં વીતેલું નાનપણ યાદ કરીને ભાવુક થયા હતા. કોંગ્રેસને જીતાડી 27 વર્ષની રીસ કાઢી નાખવા મતદારોને હાકલ કરી હતી.
ખોળો પાથરી ભીખ માગું છું: જગદીશ ઠાકોર
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અરવલ્લીમાં સભા યોજાઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રચાર સભા માલપુર ખાતેથી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, અમને ક્યાંક રાજકારણ શીખવાડ્યું સમાજની સેવા શીખવાડી બધાનું ઋણ જગદીશ ઠાકોર ચુકવે. ખોળો પાથરી માલપુરના કાર્યકરો પાસે ભીખ માગું છું. તમારી પાસે ખોડો પાથર્યો છે એની લાજ રાખજો.
ADVERTISEMENT
મીડિયા સાથે વાત કરતાં જુઓ જગદીશ ઠાકોર કોડ લેન્ગવેજમાં શું બોલ્યા
‘બધા જાણે છે કે ઘેટું કોણ છે અને ઊંટ કોણ છે, ઊન ઉતારી લીધા પછી ઘેટાની શું હાલત થવાની છે’- @jagdishthakormp એ #Aravalli માં કહ્યું- Video#Gujarat #Election2022 #electionwithgujarattak @INCGujarat pic.twitter.com/EHiKEH7C0f
— Gujarat Tak (@GujaratTak) November 30, 2022
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, મોડાસા)
ADVERTISEMENT
ADVERTISEMENT