ગાંધીનગરની CID ક્રાઈમે અરવલ્લી પોલીસને ઉંઘતી રાખી, તેની જ હદમાં કરી કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રતનપુર બોર્ડર દારુ માટેનો સિલ્ક રૂટ બની જતા સતત અહીં પોલીસની વોચ છે છતાં શામળાજી બોર્ડર વટાવી કાર દારુ સાથે ગુજરાતમાં એન્ટ્રી લઈ લેતા અરવલ્લી પોલીસને ઉંઘમાં રાખી ગાંધીનગર સીઆઈટી ક્રાઈમે કાર્યવાહી કરી લીધી છે. સીઆઈડી ક્રાઈમે અરવલ્લી જિલ્લામાં જ કાર્યવાહી હાથ ધરીને આ કારને દારુના જથ્થા સાથે ઝડપી લેતા અરવલ્લી પોલીસનું નાક વઢાયું છે.

ડાંગઃ લેન્ડ સ્ટાઈડિંગથી 6 મહિના બંધ રહેલા રસ્તા પર વાહન ચલાવવાનું જોખમ, તંત્ર કામે લાગ્યું- Video

ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ થઈ ગયા ફરાર
રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલી એક સફેદ રંગની હ્યૂન્ડાઈ ક્રેટા કારમાં દારુનો જથ્થો લઈને આ કાર રતનપુર શામળાજી બોર્ડર વટાવી લે છે. આ કારમાં 1.78 લાખનો અંગ્રેજી દારુનો જથ્થો હતો છતા તે બોર્ડર વટાવીને ગુજરાતમાં પ્રવેશે છે. જેને લઈને સીઆઈ સેલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને આ અંગે બાતમી મળી હતી. જે પ્રમાણે ધનસુરા-બાયડ રોડ પર ખેડા પાટીયા પાસેથી પસાર થતી ક્રેટા કારને સીઆઈડીએ અટકાવી લીધી હતી. જોકે રાત્રીનું અંધારું થઈ ગયું હતું જેનો લાભ લઈને ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ફરાર થઈ ગયાનો અહેવાલ સામે આવ્યો છે. સીઆઈડી ક્રાઈમે આ મામલામાં 1.78 લાખનો દારુ અને 7 લાખની કાર મળીને કુલ 8.78 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT