અરવલ્લીઃ મોડાસાની નર્સિંગ કોલેજમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત, ઝાડ કાપતા બની ઘટના

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ અરવલ્લીના મોડાસામાં આવેલી એક નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં ભયંકર અકસ્માત થયો છે. અરવલ્લીના મોડાસા નજીક ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં રસોડામાં કામ કરતી વ્યક્તિનું અકસ્માતે વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. આ ઘટનાને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વીજળીના ઝટકાથી નીચે પટકાયો વ્યક્તિ
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, આ અકસ્માત કોલેજ કેમ્પસમાં વૃક્ષ કાપવાના કાર્યક્રમ દરમિયાન થયો હતો. રસોડામાં કામ કરતા માણસને વીજ વાયર ઝાડ કાપતી વખતે હથિયારને અડકી જતા જોરદાર કરંટ લાગ્યો હતો. તેમને વીજતાર અડકી જતાની સાથે જ જોરદાર ઝટકો લાગ્યો હતો. જેના કારણે તેઓ નીચે પટકાયા હતા.

ઘટના બાદ તેના મૃતદેહને તાત્કાલિક મોડાસાની સરકારી અર્બન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વરસાદી માહોલ વચ્ચે વીજ તાર, વીજળીના થાંભલા સહિત જ્યાંથી ઈલેક્ટ્રીસિટીનું હાઈ વોલ્ટેજ વહન થઈ રહ્યું હોય તેનાથી તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે. આવી ઘટનાઓમાં લોકોના જીવ ના જાય તે માટે ખાસ તકેદારી આપણે જ રાખવી વધારે હિતાવહ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT