અરવલ્લીઃ 15-20 લોકોએ જુની અદાવતને લઈ એક વયક્તિને અધમૂઓ થાય ત્યાં સુધી ઢોર માર માર્યો

ADVERTISEMENT

અરવલ્લીના મેઘરજ ખાતે એક વ્યક્તિ પર 15થી 20 વ્યક્તિનું ટોળું તૂટી પડ્યું હતું. વ્યક્તિને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે તે અધમૂઓ થઈ ગયો હતો.
અરવલ્લીના મેઘરજ ખાતે એક વ્યક્તિ પર 15થી 20 વ્યક્તિનું ટોળું તૂટી પડ્યું હતું. વ્યક્તિને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે તે અધમૂઓ થઈ ગયો હતો.
social share
google news

અરવલ્લીઃ અરવલ્લીના મેઘરજ ખાતે એક વ્યક્તિ પર 15થી 20 વ્યક્તિનું ટોળું તૂટી પડ્યું હતું. વ્યક્તિને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે તે અધમૂઓ થઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોતા જ લોકો કેટલા ક્રુરતાથી તેને ફરી વળે છે તે જોવા મળે છે.

ઘટનાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે
મેઘરજમાં રામગઢી ચોકડી પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક ડીજે ઓપરેટરને ઢોર માર માર્યો હતો. શરૂઆતમાં એવી માહિતી સામે આવી હતી કે બાઈક અથડાવાના કારણે આ ઘટના ઘટી હતી. જોકે બાદમાં મળતી વિગતો અનુસાર આ ઘટના અંગત અદાવતને લઈને બની હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાનઃ મૂર્તિ લગાવવા મામલે બબાલ, ચક્કાજામ, પોલીસ પર પથ્થરમારો

અરવલ્લીના મેઘરજ ખાતે બનેલી આ ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. મામલાને પગલે આસપાસ લોકોના ટોળા પણ દોડી આવ્યા હતા. જોકે કેટલાક લોકો આ વ્યક્તિને બચાવવા પણ વચ્ચે પડ્યા હતા. ઈજાગ્રસ્ત બનેલા આ વ્યક્તિને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન વાટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp

    ADVERTISEMENT