અરવલ્લીમાં સી આર પાટીલની સરપ્રાઈઝ વિઝિટ, જિલ્લાની ત્રણે બેઠકો કબ્જે કરવા મથામણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો પડે છે, જે બેઠકો પર ભાજપ પોતાનો દબદબો જમાવવા કેવી કામગીરી કરી રહ્યું છે. સાથે જ સ્થાનિક નેતાઓની મુલાકાત લેવા માટે અચાનક આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અહીં આવ્યા હતા. તેમની સરપ્રાઈઝ વિઝિટને પગલે અહીં લગભગ દરેકમાં આશ્ચર્ય હતું.

પાટીલની અચાનક મુલાકાતથી તર્કવિતર્ક
અરવલ્લીના ભાજપ કાર્યાલય પર આજે બુધવારે સવારે અચાનક હલચલ જોવા મળી હતી. મોડાસા ખાતે આવેલા કમલમ્ ભાજપ કાર્યાલય ખાતે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં હાલની ચૂંટણીઓ દરમિયાનની કામગીરી અને મતદારોના ચિતાર અંગે ચર્ચાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે. સાથે જ જિલ્લા સંગઠન સહિત મોડાસા વિધાનસભા બેઠકના ઉમેદવારો પણ અહીં હાજર રહ્યા હોવાની પણ જાણકારી સામે આવી છે. બેઠક દરમિયાન જિલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો પર ભાજપ પોતાની જીત કેવી રીતે કાયમ કરી શકે તે બાબત પર ચર્ચાઓ સાથે તે મુદ્દે મથામણ ચાલી રહી છે. જોકે સી આર પાટીલની અચાનક અરવલ્લી જિલ્લાની મુલાકાતથી અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, મોડાસા)

    follow whatsapp

    ADVERTISEMENT