Gujarat Politics : વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે! રાજકીય લેબોરેટરી બાયડમાં રાજકારણનું સોપાન રચાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Politics News : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ રાજકીય હલચલ પણ તેજ થઈ છે. આપના નેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા બાદ વધુ એક અપક્ષના નેતા પણ ભગવો ઘારણ કરી શકે છે. વાત મળી રહી છે કે બાયડના ધારાસભ્ય અપક્ષમાંથી રાજીનામું આપશે. આગામી બે દિવસમાં કાર્યકરો સાથે ચર્ચા બાદ ટે જાહેરાત કરી શકે છે. આપના નેતા ભૂપત ભાયાણી બાદ કોંગ્રેસ નેતા ચિરાગ પટેલ પણ રાજીનામું આપ્યું હતું અને તેવી પણ અટકળો સામે આવી હતી કે ટે ભાજપમાં જોડાઈ શકે છે.

બાયડના ધારાસભ્યની ભાજપમાં ઘર વાપસી થશે

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘર વાપસીનો તખ્તો ઘડાયો છે. જેને લઈ અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભા સાથે બાયડ બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ શક્ય બની શકે છે. રાજકીય લેબોરેટરી બાયડમાં વધુ એક રાજકારણનું સોપાન રચાશે.

કોણ છે ધવલસિંહ ઝાલા ?

2017માં બાયડ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓએ લોકસભા 2019ની ચૂ્ંટણી બાદ કોંગ્રેસ છોડી ભગવો ઘારણ કર્યો હતો એ સમયે જીતુ વાઘાણીએ ધવલસિંહ અને અલ્પેશનું ભાજપમાં ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તેઓ 2019ની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર બાયડમાંથી લડ્યા હતા. 2019 ની પેટા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. વિધાનસભા 2022 માં ભાજપે ટિકિટ કાપતા તેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો અને અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. હવે ફરી એવો તખ્તો ઘડાયો છે કે તેઓની ભાજપમાં ઘર વાપસી થઈ શકે છે.

ADVERTISEMENT

(ઈનપુટ : હિતેશ સુતરીયા, અરવલ્લી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT