Grade Pay આંદોલનમાં વધુ એક પોલીસકર્મીનો ભોગ લેવાયો, અરવલ્લીમાં ASI થયા સસ્પેન્ડ
અરવલ્લી: રાજ્યમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા પોલીસ ગ્રેડ-પે આંદોલનમાં વધુ એક પોલીસકર્મીનો ભોગ લેવાયો છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગ્રેડ-પેની માંગ સાથે આંદોલન પર ઉતરેલા પોલીસ…
ADVERTISEMENT
અરવલ્લી: રાજ્યમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા પોલીસ ગ્રેડ-પે આંદોલનમાં વધુ એક પોલીસકર્મીનો ભોગ લેવાયો છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગ્રેડ-પેની માંગ સાથે આંદોલન પર ઉતરેલા પોલીસ પરિવારની મહિલાઓને સમર્થન આપનારા અરવલ્લીના ઈસરી પોલીસ સ્ટેશનના ASIએ સસ્પેન્ડ કરાયા છે. પોલીસકર્મી સામે શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
9 મહિના પહેલા ગ્રેડ-પે આંદોલનના સમર્થનમાં જોડાયા હતા
9 મહિના પહેલા પોલીસ ગ્રેડ-પે આંદોલનના સમર્થનમાં પોલીસ પરિવારો સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારી ASI જયદીપસિંહ વાઘેલાએ ઢોલ વગાડીને મહિલાઓને ભેગી કરી અને ઉશ્કેરી હોવાનું સસ્પેન્શન ઓર્ડરમાં કહેવાયું છે. જેથી ASI સામે શિસ્તભંગ મામલે કાર્યવાહી કરતા એસ.પી વિશાલ વાઘેલા દ્વારા ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી
નોંધનીય છે કે, અગાઉ પણ ગ્રેડ-પે આંદોલનમાં જોડાનારા પોલીસકર્મીઓ સામે શિસ્તભંગના પગલા ભરાયા હતા અને તેમને સસ્પેન્ડ કરાયા હતા. તાજેતરમાં જ ગુજરાત સરકારે પોલીસકર્મીઓ માટે 550 કરોડના પેકેજની જાહેરાત કરી હતી અને LRDથી લઈને ASI સુધીના પગારમાં 5000 સુધીનો માસિક વધારો કરી આપ્યો હતો. ત્યારે ભથ્થાની જાહેરાત બાદ જ આંદોલન કરનારા પોલીસકર્મીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT