Gujarat Titans ફ્રેન્ચાઈજી મુશ્કેલીમાં, બે ગુજરાતી ગીતના કારણે ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં થઈ ગયો કેસ
ગાંધીનગર: IPL ફ્રેન્ચાઈજી ગુજરાત ટાઈટન્સ એક વિવાદમાં સપડાઈ છે. મેચ દરમિયાન બ્રેક વચ્ચે સ્ટેડિયમમાં ગુજરાતી ગીતોને લઈને ગાંધીનગરની કોમર્શિયલ કોર્ટમાં ગુજરાત ટાઈટન્સ સામે દાવો માંડવામાં…
ADVERTISEMENT
ગાંધીનગર: IPL ફ્રેન્ચાઈજી ગુજરાત ટાઈટન્સ એક વિવાદમાં સપડાઈ છે. મેચ દરમિયાન બ્રેક વચ્ચે સ્ટેડિયમમાં ગુજરાતી ગીતોને લઈને ગાંધીનગરની કોમર્શિયલ કોર્ટમાં ગુજરાત ટાઈટન્સ સામે દાવો માંડવામાં આવ્યો છે. ગીતોના કોપિરાઈટ ન હોવા છતાં કોપિરાઈટના નિયમનો ભંગ કરીને ગીત વગાડવા બદલ ભારત સરકારની કોપિરાઈટ સોસાયટીએ ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો છે.
કયા ગીતને લઈને વિવાદ સર્જાયો?
વિગતો મુજબ, IPLની મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમ દ્વારા સ્ટેડિયમમાં વગાડવામાં આવતા “હેલો મારો સાંભળો…” અને “મારા પાલવનો….” ગીતને લઈને વિવાદ સર્જાયો છે. ગુજરાત ટાઈટન્સ પાસે આ બંને ગીતોના કોપિરાઈટ નથી છતા મેચ દરમિયાન આ ગીત સ્ટેડિયમમાં વગાડવામાં આવતું હતું. આ અંગે ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીને વિવિધ નોટિસો આપવામાં આવી હતી. જોકે તેમ છતાં પણ ગીતો વગાડવાનું બંધ કરવામાં આવ્યું નહોતું.
ફ્રેન્ચાઈજીએ ગીત ન વગાડવાની આપી ખાતરી
ત્યારે DNA એન્ટરટેનમેન્ટ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ તરફથી ગીતો વગાડવાનું બંધ ન થતા કોમર્શિયલ કોર્ટમાં દાવો કરાયો હતો. કોર્ટના સમન્સ બાદ પ્રતિવાદીઓએ કોર્ટમાં હાજર રહીને આ બંને ગીત ન વગાડવાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, ગુજરાત ટાઈટન્સની ટીમ IPLમાં હાલ ક્વોલિફાયર-1માં ચેન્નઈ સામે હાર બાદ હવે અમદાવાદમાં મુંબઈ સામે ક્વોલિફાયર-2 રમશે. IPLની ફાઈનલમાં પહોંચવા માટે હાર્દિક પંડ્યાની ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT