OTP વગર ખાતામાંથી 2.29 કરોડ ઉપડી ગયા, બેંક-ટેલિકોમ કંપનીની બેદરકારી સામે ગ્રાહકની HCમાં અરજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. તાજેતરમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં ગ્રાહકને OTP મળ્યા વગર જ તેના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. આવા છેતરપિંડીના બનાવો વચ્ચે એક કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં બેંક અને મોબાઈલ કંપની સામે અરજી કરી હતી. જે બાદ હવે હાઈકોર્ટે બેંક તથા મોબાઈલ કંપનીને નોટિસ ફટકારી છે.

અમદાવાદની કંપની સાથે થયું ફ્રોડ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વિગતો મુજબ, નીવા એક્સપોર્ટ્સ નામની કંપનીના કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ખાતામાંથી 28 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.2.29 કરોડ ઉપડી ગયા હતા. ખાસ વાત એ છે કે આ અંગે તેમને કોઈ OTP કે ઈ-મેઇલ પણ મળ્યો નહોતો. આથી સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં કેટલાક ખાતાને ફ્રીઝ કરીને 32 લાખ પરત મેળવાઈ હતી. જોકે બેંકમાંથી રિફંડ માટે કંપનીએ બેકિંગ લોકપાલનો સંપર્ક કર્યો હતો. પરંતુ બેકિંગ લોકપાલને બેંકની કોઈ ગરબડ ન દેખાઈ.

બેંક પાસેથી રિફંડ લેવા કંપની કોર્ટ પહોંચી
આથી કંપનીએ બાકીના નાણા બેંકને પાછી આપવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં RBIના પરિપત્રનો ઉલ્લેખ કરીને કોઈપણ અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારના કિસ્સામાં બેંકની જવાબદારીઓ નક્કી કરી હતી. બેંકે રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP વિના ટ્રાન્ઝેક્શન કરતા તે આ રકમ પાછી આપવા માટે બંધાયેલી છે. આ સાથે અરજકર્તા દ્વારા વોડાફોન કંપની સામે પણ અરજી કરાઈ છે, જેમાં મોબાઈલ કંપનીને પણ જવાબદાર દર્શાવાઈ છે. હવે આ મામલે આગામી 3મે સુધીમાં હાઈકોર્ટે જવાબદારો પાસેથી જવાબ માગ્યો છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT