અમદાવાદમાં પાસપોર્ટ કઢાવવા પિનકોડ અને પોલીસ સ્ટેશનની સમસ્યા અરજદારો માટે બની માથાનો દુઃખાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કોરોના બાદથી રાજ્યમાં પાસપોર્ટ કઢાવવાની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે તેની સામે પાસપોર્ટ કેન્દ્રમાં સ્ટાફની અછત હોવાથી લોકોને પહેલાથી લાંબા દિવસના વેઈટિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે આડેધડ વિકાસની લહાયમાં ગ્રામિણ વિસ્તારોને શહેરમાં ભેળવતી નગરપાલિકાના કારણે લોકોને સમસ્યાઓ આવી રહી છે. અમદાવાદમાં હવે પિનકોડની સમસ્યાના કારણે પાસપોર્ટ કેન્દ્ર પરથી ઉમેદવારોની અરજી રિજેક્ટ કરી દેવામાં આવે છે. પરિણામે ઉમેદવારોને પાસપોર્ટની આખી અરજી ફરીથી કરીને હેરાનગતિનો ભોગ બનવું પડી રહ્યું છે.

આ વિસ્તારના લોકોની અરજી વધુ રિજેક્ટ થઈ રહી છે
અમદાવાદના ઝુંડાલ, સોલા, નરોડા, નવા નરોડા, બોપલ તથા રામોલ સહિતના વિસ્તારોમાં લોકોને પાસપોર્ટ કઢાવવામાં સમસ્યા આવી રહી છે. આ વિસ્તાર એકથી વધુ પોલીસ સ્ટેશનની હદમાં આવતા હોવાથી પાસપોર્ટની અરજીમાં કોનો ઉલ્લેખ કરવો તેને લઈને પરેશાની છે. એવામાં ઘણીવાર પાસપોર્ટ કેન્દ્ર પર ગયા બાદ તેમની અરજી રિજેક્ટ કરીને ફરીથી નવી અરજી કરવા માટે કહેવાય છે. ત્યારે અરજદારને આખી પ્રક્રિયા ફરીથી કરવી પડતી હોય છે.

પિનકોડ અને પોલીસ સ્ટેશનની સમસ્યા બની માથાનો દુઃખાવો
તો બોપલ અને કોટેશ્વર સહિતના વિસ્તારમાં પિનકોડની સમસ્યાના કારણે લોકોની અરજી નકારવામાં આવી રહી છે. બોપલ પહેલા દસક્રોઈ તાલુકામાં હતું જે હવે અમદાવાદ શહેરમાં આવી ગયું છે. ત્યારે ઉમેદવારો અરજીમાં બોપલ વિસ્તારમાં અમદાવાદ શહેર દર્શાવે તો અરજીને નકારીને તેમાં દસ્ક્રોઈને શહેર તરીકે દર્શાવવા માટે કહેવાઈ રહ્યું છે. તો કોટેશ્વર પણ અમદાવાદમાંથી હવે ગાંધીનગરનો ભાગ બની ગયું છે, ત્યારે ત્યાં પણ પિનકોડની સમસ્યાના કારણે પાસપોર્ટ કઢાવવામાં મુશ્કેલી આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT