અસામાજિક તત્વો બેખોફ: પેટ્રોલપંપમાં પરાણે પેટ્રોલ ભરાવ્યા બાદ ફરાર
હેતાલી શાહ/નડિયાદ : જી.એમ પેટ્રોલપંપ પર રાત્રિના બાર વાગ્યા બાદ પેટ્રોલ ભરાવા બે ઇસમો આવ્યા હતા. જેમને કર્મચારીએ પેટ્રોલ પંપ બંધ થઈ ગયો હોવાનું જણાવતા…
ADVERTISEMENT
હેતાલી શાહ/નડિયાદ : જી.એમ પેટ્રોલપંપ પર રાત્રિના બાર વાગ્યા બાદ પેટ્રોલ ભરાવા બે ઇસમો આવ્યા હતા. જેમને કર્મચારીએ પેટ્રોલ પંપ બંધ થઈ ગયો હોવાનું જણાવતા નશામાં ધુત ઇસમે કર્મચારીને ઢોર માર્યો હતો. નશામા ચકચૂર આ ઈસમોએ ગુજરાતમા નશાબંધી અને કાયદાના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જે સીસીટીવી ફૂટેજ વાયરલ થવા છે.
સીસીટીવી વીડિયો વાયરલ થઇ રહ્યા છે
મળતી માહિતી અનુસાર જે સીસીટીવી વિડીયો વાયરલ થયો છે, તે ગત રાત્રીના 12 વાગ્યાનો છે. જ્યા બાઈક પર બે ઈસમો નડિયાદ સરદાર ભવન પાસે આવેલ જી.એન પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા. પરંતુ રાત્રીના 10 વાગ્યે શહેરના તમામ પેટ્રોલ પંપ બંધ થઈ જાય છે. પરંતુ આ પેટ્રોલ પંપ 12 વાગે બંધ થતો હોવાથી પેટ્રોલ પંપ પર ફીલર તરીકે કામ કરતા કર્મચારી વિજયે બાઈક પર આવેલ શખ્સોને પેટ્રોલ પંપ બંધ થઈ ગયુ છે. જેથી પેટ્રોલ નહી પુરાવાય તેમ જણાવ્યુ હતુ.
પેટ્રોલ પંપ બંધ હોવા છતા પણ દાદાગીરી કરી
જો કે બાઈક પર આવેલ બંન્ને ઈસમો નશામાં ચકચૂર હોય પેટ્રોલ પુરાવવા માટે જીદે ચઢ્યા હતા. પેટ્રોલપંપ પર હાજર ફીલરે પેટ્રોલ ભરી આપવાની ના પાડતા અકળયેલા નશામાં ચકચૂર બાઈક પર આવેલ શખ્સોએ ફીલરને ઢોર માર માર્યો હતો. બાદમા ફરાર થઈ ગયા. જો કે સમગ્ર ઘટનાક્રમ પેટ્રોલ પંપ પર લાગેલ CCTV કેદ થઇ ગયા હતા. આ સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
પેટ્રોલપંપ ડિલરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી
આ અંગે ભોગ બનનાર પેટ્રોલ પંપ પર ફીલર તરીકે કામ કરતા વિજયે જણાવ્યુ કે, રાત્રે 12 વાગ્યે પેટ્રોલ પંપ બંધ કરીએ છે. એ બાદ અમે પેટ્રોલપંપ પર બેઠા હતા. દરમ્યાન બાઈક પર શખ્સો આવ્યા અને કહ્યુ કે બાઈકમા પેટ્રોલ ભરી આપો . અમે ના પાડી કે પંપ બંધ થઈ ગયો છે. તો કે નશામાં ધૂત ઈસમો અપશબ્દો બોલવા લાગ્યા. અને તોય ના પાડી તો મને મારવા લાગ્યા. આ ઘટના અંગે અમે પોલીસમા ફરીયાદ કરી છે. પણ કોણ લોકો હતા એ જાણવા મળ્યુ નથી.
ADVERTISEMENT