સુરતમાં શ્વાને લીધો વધુ એકનો ભોગ? એક મહિનામાં બે વાર શ્વાને બચકાં ભરતાં સારવાર દરમિયાન યુવાનનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં રખડતાં પશુના આતંકથી હજુ છુટકારો નથી મળ્યો ત્યાં શ્વાનોએ આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત ભરમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં થઈ રહેલ વધારો ચિંતાજનક છે. ત્યારે આજે અમરેલીમાં શ્વાન કરડવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે સુરતમાં એક મહિનામાં બે વાર શ્વાન કરડવાથી યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.

સુરતના 28 વર્ષીય યુવકને શ્વાને બચકા ભરતા યુવક મોતને ભેટ્યો છે. જાણકારી મુજબ સુરતમાં રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બાચકા ભર્યા હતા.શ્વાને રાજનને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. જે બાદ યુવક સતત બિમાર રહેતો હતો.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે
સુરતમાં શ્વાનનો આતંક સતત જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક જ મહિનામાં શ્વાનના બે બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. આ યુવકને ફેબ્રુઆરીમાં પહેલીવાર અને આઠ દિવસ અગાઉ પણ શ્વાને બચકા ભર્યા હતા. જે બાદ યુવકની હાલત નાજૂક રહેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહી હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબઓએ આ યુવકને મૃત જાહેર કર્યો હતો. જો કે આ યુવકનું શ્વાન કરડવાને કારણે જ મોત થયું છે તે અંગે સાચુ કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ યુવકના મોતનું સાચું કારણ બહાર આવશે. પરંતુ આ માહિતી મળતા જ સુરત મનપા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ADVERTISEMENT

હવે રાજ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે અમરેલીમાં પણ શ્વાનોના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.બગસરાના સમઢિયાળા ખાતે બે ત્રણ દિવસમાં 5 બાળકોને શ્વાનોએ બચકા ભરી લોહીલુહાણ હાલત કરતા લોકોમાં બહેનો માહોલ ઊભો થયો છે. ત્યારે સુરતમાં વધુ એક વખત શ્વાન કરડતાથી મોતની ઘટના સામે આવી છે.

Amreli: બગસરાના સમઢિયાળામાં શ્વાનોનો આતંક, પાંચ બાળકોને કર્યા લોહીલુહાણ

ADVERTISEMENT

સુરતમાં શ્વાને લીધો હતો બાળકનો ભોગ  
હજુ થોડા દિવસ પહેલા સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં 6 વર્ષના બાળક પર શૌચ કરતી વખતે કેટલાંક કૂતરાઓએ હુમલો કર્યો હતો. શ્વાનોના આ હુમલામાં બાળકના શરીર પર ઘણા ઊંડા ઘા હતા, જેના કારણે બાળકનું મોત થયું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT