ભાજપમાં વધારે એક દિગ્ગજ નેતાની વિકેટ પડી, તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયા
ગાંધીનગર : ભાજપમાં સબ સલામતના દાવાઓ વચ્ચે એક પછી એક નેતાઓનાં રાજીનામા આવી રહ્યા છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધારે એક…
ADVERTISEMENT
ગાંધીનગર : ભાજપમાં સબ સલામતના દાવાઓ વચ્ચે એક પછી એક નેતાઓનાં રાજીનામા આવી રહ્યા છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધારે એક દિગ્ગજ નેતાએ પોતાનું રાજીનામું ધરી દીધું છે. ભાજપમાં સબસલામતના દાવાઓ વચ્ચે સંઘપ્રદેશ દીવ-દમણ અને દાદરા અને નગર હવેલીના મહામંત્રીનું રાજીનામું લઇ લેવાયું છે. મનિષ દેસાઇને તેમના પદ પરથી તાત્કાલીક અસરથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ભાજપમાં આંતરિકવિગ્રહ ચરમસીમાએ પહોંચ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપમાં હાલ ભારે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. ભાજપના પોતાની જ સમસ્યાઓ ઓછી નથી તેવામાં એક પછી એક કોંગ્રેસ અને આપ સહિતના વિપક્ષના અનેક નેતાઓને પણ આયાત કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપનાં પોતાના જ પાયાના કાર્યકર્તાઓ આ આયાતી નેતાઓના બોજ તળે દબાઇ જતા હોવાને કારણે અસંતોષ પેદા થયો છે. જેના કારણે આંતરવિગ્રહ હાલ ચરમસીમાએ છે.
ADVERTISEMENT
જમીન કૌભાંડમાં નામ આવ્યું હતું
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન કૌભાંડ અને તુમાખીના કારણે પ્રદીપસિંહ બહારનો રસ્તો દેખાડી દેવાયા બાદ તેના જુથમાં ભારે અસંતોષનો દાવાનળ બળી રહ્યો છે. બીજી તરફ હજી પણ એક દિગ્ગજ નેતાનું રાજીનામું આવે તેવી અટકળો લગાવાઇ રહી હતી. જો કે આ તમામ અટકળો વચ્ચે દિવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઇને તત્કાલ અસરથી તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભાજપ દ્વારા અધિકારીક રીતે કોઇ માહિતી નહી
જો કે હજી સુધી આ અંગે ભાજપ દ્વારા અધિકારીક રીતે કોઇ સ્વિકાર કરવામાં આવ્યો નથી. જો કે ભાજપ દ્વારા મનીષ દેસાઇને હટાવીને તેમની જગ્યાએ સુનિલ પાટિલને નિયુક્ત કરવામાં આવ્યા છે.
(તસવીર પ્રતિકાત્મક છે)
ADVERTISEMENT