CM ના પુત્ર અનુજ પટેલની સફળ સર્જરી, હિન્દુજા હોસ્પિટલે મેડિકલ બુલેટિન બહાર પાડ્યું
અમદાવાદ : મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તત્કાલ અસરથી કેડી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર અને એક સર્જરી…
ADVERTISEMENT
અમદાવાદ : મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તત્કાલ અસરથી કેડી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર અને એક સર્જરી કરવામાં આવી હતી. જો કે તેમની સારવાર બાદ તેઓને વહેલી સવારે મુંબઇ ખાતેની હિન્દુજા હોસ્પિટલ ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની દેશના ટોપના સર્જન દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. હિન્દુજા હોસ્પિટલમાં તેમની તબિય સ્થિર હોવાની સુત્રો જણાવી રહ્યા છે. જો કે હવે આ સમગ્ર મામલે હિન્દુજા હોસ્પિટલ દ્વારા અધિકારીક મેડિકલ બુલેટિન પણ બહાર પાડવામાં આવ્યું છે.
હિન્દુજા હોસ્પિટલમાં ઓપરેશન બાદ તબિયત સ્થિર
આ અંગે અધિકારીક મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવતા ગઇકાલે તેમને કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્થાનિક મગજના ડોક્ટર દ્વારા તેમની તબિયતને સ્થિર કરવા માટે યોગ્ય સારવાર અને ઓપરેશન કર્યું હતું. જો કે હવે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા પી.ડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સર્જરી બાદ તબિયત વધારે સ્વસ્થન થાય ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં જ ઓબ્જર્વેશન હેઠળ રહેશે. જો કે હાલ તો તેઓ હિન્દુજા હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે. જ્યાં સુધી ઓપરેશન બાદની રિકવરી ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં જ રાખવામાં આવશે.
બ્રેઇનસ્ટ્રોક બાદ કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર તત્કાલ અસરથી ચાલુ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT