ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું, વલસાડમાં કોમર્સ કોલેજમાં સેમ-5નું એકાઉન્ટનું પેપર લીક થઈ ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Valsad Paper Leak News: ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થવાનું ભૂત ધણધણ્યું છે. વલસાડમાં આવેલી શાહ એન.એચ કોમર્સ કોલેજમાં બી.કોમના વિદ્યાર્થીઓની આંતરીક પરીક્ષા ચાલી રહી છે. જેમાં સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓનું એકાઉન્ટનું પેપર પરીક્ષા પહેલા જ લીક થઈ ગયું હોવાના આરોપ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને કોલેજ પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.

કોમર્સ સેમ.5નું પેપર લીક

વલસાડમાં આવેલી શાહ એન.એચ કોમર્સ કોલેજમાં બી.કોમનું એકાઉન્ટના 5માં સેમેસ્ટરનું પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપલની ઓફિસ પર પહોંચીને સુત્રોચ્ચાર કર્યા હતા સાથે જ પેપર લીક થવાની ઘટનાને લઈને કોલેજના શિક્ષકની સંડોવણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

પ્રિન્સિપાલની ઓફિસમાં વિદ્યાર્થીઓનો હોબાળો

પેપર લીકના બનાવ બાદ કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. પેપર લીકની ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યા હતા. જોકે અન્ય વિદ્યાર્થી સંગઠનો અને પેપર લીક પકડી પાડનાર વિદ્યાર્થીના સંગઠનો વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રિન્સિપાલની ઓફિસમાં અન્ય વિદ્યાર્થી સંગઠનો આવીને ક્રેડિટ લેતા હોવાને લઈને બંને વચ્ચે ગરમા ગરમી સર્જાઈ હતી.

ADVERTISEMENT

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ઘણીવાર પેપર લીકની ઘટના બની ચૂકી છે. જેના કારણે સરકારે પરીક્ષાઓ રદ કરવી પડી હતી. ત્યારે હવે કોલેજમાં પણ આ પ્રકારની પેપરલીકની ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)

    follow whatsapp

    ADVERTISEMENT