અમદાવાદમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના, એકનું ઘટના સ્થળે જ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં હીટ એન્ડ રનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. જ્યારે કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો.

અમદાવાદમાં હીટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન બે દિવસ પહેલા એસ જી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ત્યારે હવે અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા નીતિનભાઈ તેમના પત્ની સાથે એક્ટિવા પર રાત્રીના સમયે તેઓ શાહપુરથી નવા વાડજ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નીતિનભાઈનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમની ગાયત્રીબેનને ઈજાઓ થઈ હતી. તો અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે તપાસ હાથ ધરી
હજુ બે દિવસ પહેલા અમદાવાદમાં એસ જી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી હતી. જેમાં માતા પુત્રીના અકસ્માતમાં મોત થાય છે. અમદાવાદમાં હીટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ યહ્યો છે. ત્યારે પોલીસ હવે આ ઘનતાને લઈ વધુ એક્ટિવ જોવા મળે છે. બીજી તરફ આજે બને લઈ ઘટનામાં કારચાલકે દંપતીને હડફેટે લીધા હતા, કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને અચાનક ટક્કર મારી દેતા ઘટના સ્થળ પર જ પતિનું મોત થયુ હતુપોલીસે આ ઘટના મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT