Kutch: જખૌના નિર્જન વિસ્તારમાંથી મળ્યો વધુ એક વિસ્ફોટક સેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના જખૌ બંદર પાસે બિનવારસી સેલ મળી આવ્યો છે. કચ્છના જખૌ બંદર પર ગઈ કાલે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી સેલ મળી આવ્યો છે. જખૌના નિર્જન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. અગાઉ પિંગળેશ્વર પાસેથી આ પ્રકારનો સેલ મળ્યો હતો. બિનવારસી સેલ મળતા એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયા કાંઠે હાલ ડ્રગ્સના પેકેટ સતત બિનવારસી હાલતમાં મળી રહ્યા છે એ વચ્ચે સતત બીજી વખત સમુદ્ર કાંઠે વિસ્ફોટક સેલ મળતાં એજન્સીઓ વધુ સતર્ક બની છે. હાલ તો આ બિનવારસી સેલની તપાસ માટે જામનગર થી વિશેષ ટીમ ભારતીય નૌસેનાની બોલાવી તપાસ આરંભી દીધી છે.

અગાઉ મળ્યો નશાકારક જથ્થો

14 ઑગસ્ટ 2023ના રોજ, BSFએ ભુજના જખૌ બીચથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલો) અને 01 પેકેટ હેરોઈન જપ્ત કર્યા હતા. ચરસના 10 પેકેટમાં ‘ડાર્ક સુપ્રિમો બ્લેક કોફી’નું પેકેજિંગ છે અને તે પીળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યું હતું. થોડા મીટર દૂર એક સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલું હેરોઈનનું એક પેકેટ મળી આવ્યું હતું. એપ્રિલ 2023ના મધ્યભાગથી અત્યાર સુધીમાં જખૌ કિનારેથી ચરસના 50 પેકેટ અને હેરોઈનના 09 પેકેટ ઝડપાયા છે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેકેટ સીમા પારથી સમુદ્રની લહેરોમાં તણાઈને કચ્છ સુધી પહોંચ્યા હોવાનું તારણ છે.

‘PM મોદીએ લેન્ડિંગ પોઈન્ટનું ‘શિવશક્તિ’ કેવી રીતે રાખ્યું? ચંદ્રના માલિક નથી..’ ભડક્યા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

વિસ્ફોટક સેલ જેવી વસ્તુ પણ મળી ચુકી છે અગાઉ

અગાઉ જખૌના પિંગલેશ્વર વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી, સ્ટેટ આઈબી, NIU અને જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 10 ચરસના પેકેટ પણ મળ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન સ્ટેટ આઈબી એને NIU ને એક વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી હતી. જે અન્ય દેશની હોવાની પ્રાથમિક માહિતી છે. આ વિસ્ફોટક વસ્તુને લઈને FSL ની ટીમ તપાસ અર્થે બોલાવી લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયા કાંઠે હાલ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી રહ્યા છે. એક બાદ એક ડ્રગ્સના પેકેટ વિવિધ સુરક્ષા એજન્સીઓને દરિયાઈ વિસ્તારમાંથી મળી રહ્યા છે. જેને લઇને પણ તપાસ તેજ કરવામાં આવી છે કે આ ડ્રગ્સના પેકેટ દરિયામાં કોણ ઠાલવ્યા હોઇ શકે છે કે આટલી માત્રામાં ડ્રગ્સમાં પેકેટ મળી રહ્યા છે, હાલ તો એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરાઈ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT