સાળંગપુર બાદ હવે વધુ એક સ્વામિનારાયણ મંદિરનો વિવાદ, હવે હનુમાનજી નિલકંઠવર્ણીને ફળાહાર કરાવતા દેખાયા
Salangpur Hanuman Temple: સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંત ચિત્રોને લઈને હાલ ભારે વિવાદ થઈ રહ્યો છે. સંતો બાદ હિન્દુ સંગઠનો પણ હનુમાનજી હાથ…
ADVERTISEMENT
Salangpur Hanuman Temple: સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંત ચિત્રોને લઈને હાલ ભારે વિવાદ થઈ રહ્યો છે. સંતો બાદ હિન્દુ સંગઠનો પણ હનુમાનજી હાથ જોડીને સ્વામીને નમન કરતા દર્શાવાતા વિરોધ કરી રહ્યા છે અને તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં નવો વિવાદ વકર્યો છે. કુંડળમાં આવેલા સ્વામિનારાયણ ધામમાં પણ આ પ્રકારે હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી રીતે મૂર્તિ મૂકવામાં આવી છે.
કુંડળધામમાં હનુમાનજીની મૂર્તિનો વિવાદ
કુંડળમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બગીચામાં હનુમાનજીના મૂર્તિને લઈને મોટો વિવાદ સર્જાયો છે. અહીં મંદિરમાં બગીચામાં નીકલંઠ વર્ણીની મૂર્તિની સામે હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી છે. જેમાં હનુમાનજી હાથમાં ફળો લઈને નિલકંઠ વર્ણીને તે અર્પણ કરી રહ્યા છે. સાથે જ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, તેમાં લખવામાં આવ્યું છે, ‘શ્રી નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજી મહારાજ.’ કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલ બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા સંચાલિત છે.
ADVERTISEMENT
રાજકોટમાં વકીલોએ સ્વામિનારાયણ મંદિરને નોટિસ પાઠવી
સાળંગપુર બાદ કુંડળધામમાંથી પણ આ રીતે ઘટના સામે આવતા તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાળંગપુરમાં મંદિરમાં હનુમાનજી સ્વામીને નમન કરતા હોવાથી મંદિરને નોટિસ આપવામાં આવી છે. રાજકોટ બાર એસોશિએશનના વકિલો દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિર, નીલકંઠધામ પોઈચા મંદિર, સ્વામીનારાયણ કુંડળધામ, BAPS સ્વામીનારાયણ કાલાવડ રોડ મંદિર, વડતાલ મંદિર સહિતના મંદિરોને નોટિસ આપવામાં આવી છે.
ADVERTISEMENT