ગુજરાતમાં વધુ એક ‘કિરણ પટેલ’ પકડાયો, સેન્ટ્રલ IBની ઓળખ આપી વેપારીના 1.23 કરોડ પડાવી લીધા
રાજકોટ: નકલી PMO અધિકારી બનીને ફરતા કિરણ પટેલનો કિસ્સો હાલમાં ખૂબ ચર્ચામાં છે. કિરણ પટેલે PMO અધિકારીની ઓળખ આપીને ગુજરાતમાં ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી…
ADVERTISEMENT
રાજકોટ: નકલી PMO અધિકારી બનીને ફરતા કિરણ પટેલનો કિસ્સો હાલમાં ખૂબ ચર્ચામાં છે. કિરણ પટેલે PMO અધિકારીની ઓળખ આપીને ગુજરાતમાં ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી છે અને એક બાદ એક તેની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક ‘કિરણ પટેલ’ પોલીસ સકંજામાં આવ્યો છે. સેન્ટ્રલ IBના અધિકારી અને IASની ઓળખ આપીને રાજકોટના વેપારી પાસેથી પૈસા પડાવ્ચા છે. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના માંજલપુરમાંથી આરોપી હિતેશ ઠાકરની ધરપકડ કરી છે.
રાજકોટના વેપારીને સેન્ટ્રલ IB ડાયરેક્ટર બની છેતર્યા
રાજકોટના વેપારી અલ્પેશ નારીયા અને વિજય નારીયાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હિતેશ ઠાકરે સેન્ટ્રલ IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર અને IAS અધિકારી હોવાની ઓળખ આપીને તેમની પાસેથી 1.23 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ છેતરપિંડી 2019માં માલીયાસણ ગામની જમીનનું ટેન્ડર અપાવવાના બહાને આચરાઈ હતી. આરોપી હિતેશે જુદા જુદા ચેરિટીના લેટર, મહેસુલના લેટર, રાજકોટ રેવન્યૂ પત્રોમાં ગેઝેટેડ અધિકારી તરીકે પોતે સહી સિક્કા માર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આરોપીનું IAS બનવાનું સપનું હતું
નકલી સેન્ટ્રલ IB ડાયરેક્ટર બનીને છેતરપિંડી આચરનારા હિતેશ ઠાકરે M.sc સુધીનો અભ્યાસ કરેલો છે. જોકે સરકારી ભરતીઓ કોર્ટ કેસમાં ફસાઈ જતા તે IAS અધિકારી બની શક્યો નહોતો. જે બાદ આ રીતે લોકોને IAS અધિકારીની ઓળખ આપીને રૂઆબ મારતો હતો. આ મામલે હાલમાં કેન્દ્રિય ગૃહ વિભાગ, સેન્ટ્રલ IB અને સ્ટેટ IB સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT