મૌલાના મુફ્તીની વધી મુશ્કેલી, જૂનાગઢ બાદ હવે કચ્છમાં નોંધાયો ગુનો
મુફ્તી સલમાન અઝહરી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ સામખીયાળી પોલીસ મથકે નોંધવામાં આવી ફરિયાદ ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના સામે કાર્યવાહી Mufti Salman Azhari :…
ADVERTISEMENT
- મુફ્તી સલમાન અઝહરી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
- સામખીયાળી પોલીસ મથકે નોંધવામાં આવી ફરિયાદ
- ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના સામે કાર્યવાહી
Mufti Salman Azhari : જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાત ATS દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari)ની મુંબઈથી ધરપકડ કરીને જૂનાગઢ લવાયા હતા. જે બાદ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે આખી રાત મુફ્તી સલમાન અઝહરીની પૂછપરછ કરી હતી. ત્યારે હવે મુંબઈના મૌલાના મુફતી સલમાન અઝહરી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કચ્છના સામખીયાળી પોલીસ મથક ખાતે ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ધાર્મિક કાર્યક્રમનું કરાયું હતું આયોજન
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari)એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું.
આયોજક સહિત મૌલાના સામે ફરિયાદ
સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ નોંધાઈ છે.
સામખીયાળીમાં આપ્યું હતું ભડકાઉ ભાષણ
આ સમગ્ર ઘટના અંગે કચ્છના એસ.પી સાગર બાગમારે જણાવ્યું કે, સામખીયાળીમાં સલમાન અઝહરીએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું ગોવાનું સામે આવ્યા બાદ આયોજક અને મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જૂનાગઢમાં પણ નોંધાઈ છે ફરિયાદ
મૌલાનાએ બુધવારે જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસે ખુદ ફરિયાદી બનીને નોંધ્યો હતો ગુનો
આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે IPCની કલમ 153 B અને 505 (2) અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં મલિક અને હબીબની ધરપકડ કરાઈ હતી. તો ગુજરાત એટીએસએ મુંબઈના ઘાટકોપરથી મૌલાનાની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT