ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિ, i3C ને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત પોલીસના નામે વધારે એક ગૌરવ ઉમેરાયું છે. જેમાં જમ્મુ ખાતે યોજાયેલી 25 મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ ગવર્નન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ ગવર્નન્સ સ્કીમ 2021-22 અન્વયે એક્સલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજી કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ત્રિનેત્ર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર
ગુજરાત પોલીસ દળના VISWAS પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે ભારત સરકારના નેશનલ ઇ ગવર્નન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કેબિનેટ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એવોર્ડ અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ ગૃહવિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

ADVERTISEMENT

વિશ્વાસ પ્રોજેક્ટ દેશના સૌથી સફળ પ્રોજેક્ટ પૈકીનો એક છે
ઉલ્લેખનીય છે કે, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લા મુખ્ય મથકો, 6 પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા મળી કુલ 41 શહેરોમાં ટ્રાફીક જંક્શન એન્ટી એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ 700 થી વધારે CCTV કેમેરા લગાવી સંબંધિત જિલ્લાના નેત્રમ સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓના નેત્રમને ગાંધીનગર સ્થિત ત્રિનેત્ર સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત 684 પોલીસ સ્ટેશનો ખાતે સ્થાપિત કરેલા 10,000 બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન બેઇઝ્ડ કેમેરા સિસ્ટમને પણ ત્રિનેત્ર ઇન્ટીગ્રેટ કરવામાં આવેલા છે.

ત્રિનેત્રને અગાઉ પણ અનેક એવોર્ડ મળી ચુક્યાં છે
ત્રિનેત્રને આ અગાઉ 2022 માં પોલીસ એન્ડ સેફ્ટી કેટેગરીમાં સ્કોચ ગોલ્ડ એવોર્ડ, 2021 માં પ્રોજેક્ટ ઓફ ધ યર કેટેગરીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ યુ.એસ.એનો રનર અપ એવોર્ડ ઉપરાંત 2021 માં જ સેફ સિટી કેટેગરીનો સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ઉપરાંત 2020 માં ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ કેટેગરીમાં ગવર્નન્સ નાઉ ઇન્ડિયાન પોલીસ એવોર્ડ અને 2019 માં સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ ગુજરાત પોલીસને ત્રિનેત્ર એવોર્ડ મળેલો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT