VIDEO: ઢોલ-નગારા, શરણાઈ અને ફૂલોની વર્ષા સાથે અનંત-રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત, નવી વહુની સાદગીએ દિલ જીત્યા

ADVERTISEMENT

Anant- Radhika Welcomed In Jamnagar
અનંત-રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત
social share
google news

Anant- Radhika Welcomed In Jamnagar: અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા ફરી લગ્ન કરી લીધા છે. અંબાણી પરિવારના પ્રસંગમાં બોલિવૂડ, હોલીવુડ, ઉદ્યોગ જગત અને રાજકારણ જગતના દિગ્ગજોએ હાજરી આપી હતી. 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. 14 જુલાઈના રોજ ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હજુ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણીના લગ્નનો જશ્ન પૂર્ણ થયો નથી. હવે નવવિવાહિત કપલ જામનગર પહોંચ્યું છે. જ્યારે બંને જામનગર પહોંચ્યા ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

જામનગરમાં કરાયું ભવ્ય સ્વાગત

આપને જણાવી દઈએ કે, અનંત અંબણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાયું હતું. જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી. આ ફંક્શનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રેહાનાએ પણ પરફોર્મ કર્યું હતું. હવે જ્યારે લગ્ન બાદ મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રવધૂ જામનગર પહોંચ્યા, ત્યારે બંનેનું ઢોલ-નગારા, શરણાઈ અને ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

અનંત-રાધિકાએ ઉતારી આરતી

વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આરતી કરતા પણ જોઈ શકાય છે. આ દરમિયાન રાધિકા મર્ચન્ટ માથું નમાવીને બધાને પ્રણામ પણ કરે છે. આ દરમિયાન અંબાણી પરિવારની નવપરિણીત પુત્રવધૂ રાધિકા ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળી. તેમણે સિમ્પલ પિંક કલરનો સૂટ પહેર્યો હતો. અનંત અંબાણી પણ ગુલાબી કુર્તામાં જોવા મળ્યા. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT