VIDEO: પ્રી-વેડિંગ ફંક્શન માટે અંબાણી પરિવારની VIP વ્યવસ્થા, ટાઉનશિપની પહેલી ઝલક આવી સામે

Gujarat Tak

ADVERTISEMENT

ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલા બનાવવામાં આવ્યા
FIRST Video of Reliance Township
social share
google news

FIRST Video of Reliance Township in Jamnagar Out: આજથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંકશન શરૂ થઇ રહ્યું છે. પ્રી-વેડિંગ ફંક્શન માટે દેશ-દુનિયાના મોંઘેરા મહેમાનો પણ જામનગર પહોંચવા લાગ્યા છે. એવામાં જામનગર એરપોર્ટથી લઇને ટાઉનશીપ સુધીની કાયા પલટ કરી દીધી છે. ટાઉનશિપની વાત કરવામાં આવે તો તેને દુલહનની જેમ સજાવવામાં આવી છે. જેની એક ઝલક પણ સામે આવી છે. બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે ટાઉનશીપની અંદરનો નજારો શેર કર્યો જેમાં  ટાઉનશીપની અંદર ટેન્ટ સીટીનો ભવ્ય નજારો જોવા મળે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલા બનાવવામાં આવ્યા 

ત્રણ દિવસ ચાલનારા વિવિધ કાર્યક્રમોમાં દેશ-વિદેશના VVIP મહેમાનોને રહેવા માટે રિલાયન્સ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છેલ્લા 2 મહિનાના સમયગાળામાં જ ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલા બનાવવામાં આવ્યા છે. જેમાં અતિ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. મોટાભાગના મહેમાનોને આ બંગલાઓમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ તેમજ આધુનિક સુવિધાવાળા બાથરૂમ છે.

ઈવાન્કા ટ્રમ્પ જામનગર પહોંચી

આજે જામનગરમાં USના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ આવી પહોંચી હતી. ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન, ઝહીર ખાન તથા તેમની પત્ની, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહિતના સેલેબ્રિટી પહોંચ્યા હતા. આ ઉપરાંત રાશિદ ખાન, ડ્વેન બ્રાવો પણ જામનગર આવી પહોંચ્યા હતા. તો MS ધોની અને પંડ્યા બ્રધર્સ જામનગર આવવા રવાના થઈ ગયા છે.

ADVERTISEMENT

જામનગરમાં VVIP મહેમાનોનો જમાવડો

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનના પ્રથમ દિવસે ઘણા સેલેબ્રિટી હાજર રહેશે. આજે શુક્રવારે જામનગર એરપોર્ટ પર ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિતના દિગ્ગજો પણ જામનગર પહોંચી ગયા છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT