આણંદમાં વેસ્ટેજના સિમેન્ટના બ્લોક લઈને જતી ટ્રકમાં દારૂ જ દારૂ, 32 લાખનો દારૂ જોઈને પોલીસ પણ ચોંકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ: આણંદ જિલ્લાનું વાસદ જાણે કે દારૂની હેરાફેરી કરવાનું ઓપી સેન્ટર બની ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે. અવારનવાર વાસદ પોલીસ મથક વિસ્તારની હદમાંથી લાખોના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ રહી છે. છતાંય જાણે કે દારૂની હેરાફેરી કરનારા તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેવી રીતે દારૂની હેરાફેરી કરી જ રહ્યા છે, અને તે પણ કોઈ અન્ય વસ્તુની આડમાં દારૂની હેરાફેરીને અંજામ આપવામાં આવે છે. ત્યારે વાસદ પોલીસે આવી જ દારૂની હેરાફેરી કરતા ઈસમને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે. જેમાં ટ્રકમાં વેસ્ટેજ સિમેન્ટના બ્લોકની આડમાં વિદેશી દારૂની પેટીઓ અને બિયરના ટીનની પેટીઓનો આશરે 32 લાખ 5 હજાર 200 રૂપિયાનો મુદ્દા માલ ઝડપી વાસદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીના ગુજરાતમાં દારૂની હેરાફેરી અને દારૂનું વેચાણ જાણે કે સામાન્ય બાબત જ બની ગયું છે. અને એમાંય આણંદ જિલ્લાનું વાસદ કે જ્યાંથી અવારનવાર મોટી માત્રામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. મળતી માહિતી અનુસાર, વાસદ પોલીસ વાસદ ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે એક ટ્રકને અટકાવીને તપાસ કરતા વેસ્ટેજ સિમેન્ટના બ્લોકની આડમાંથી ભારતીય બનાવટના દારૂની પેટીઓ મળી આવી હતી.

જેથી દારૂની હેરાફેરી કરતા ડ્રાઇવર તથા કંડકટરની સ્થળ ઉપરથી જ ઝડપી પાડ્યા છે. બાતમી મુજબની ટ્રક વાસદ ટોલનાકા પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન પોલીસે ટ્રકને ઉભી રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે ટ્રકની અંદર વેસ્ટેજ સિમેન્ટના બ્લોક ભરેલા હતા. પરંતુ પોલીસે ટ્રકની અંદર વેસ્ટેજ સિમેન્ટના બ્લોક ખસેડીને તપાસ કરતા ટ્રકમાં જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલની પેટીઓ, ક્વાર્ટરની પેટીઓ તથા બિયરના ટીનની પેટીઓ મળીને કુલ 32,05,200નો દારૂનો જથ્થો, ટ્રક તથા અન્ય મુદ્દા માલ મળી કુલ 67 લાખ 15 હજાર 200 રૂપીયાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો.

ADVERTISEMENT

સાથે જ પોલીસે બે ઈસમ, મહારાષ્ટ્રના સતારાના કોરેગાવનો અજય શંકર સણસ તથા કૃષ્ણદેવ નારાયણ મહાંગડેને પણ સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. જ્યારે વિદેશી દારૂ તથા બિયરનો મુદ્દામાલ ભરાવી આપનાર અબ્દુલ નામના ઈસમ તથા તપાસ દરમિયાન ખુલતા અન્ય ઈસમો સામે પોલીસે તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

મહત્વનું છે કે, વાસદ ટોલનાકા વિસ્તાર પરથી દારૂની હેરાફેરીનું મસ્ત મોટું નેટવર્ક છેલ્લા ઘણા સમયથી સક્રિય છે. પોલીસ પણ આવા નેટવર્ક સામે લાલ આંખ કરી આવા તત્વોને ઝડપી પાડવામાં સફળતા મેળવે છે. પરંતુ આવા તત્વોને પોલીસનો કોઈ જ ખોફ નથી જોવા મળી રહ્યો જેને વાસદ ટોલ નાકા પર દારૂનો જથ્થો અવાર નવાર ઝડપાઈ રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT