બોરસદઃ ઘરમાં હતો 3 ફૂટનો અજગર, જુઓ Video, કરાયું રેસ્ક્યુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ હાલમાં વરસાદની સીઝન છે અને એવામાં સાપ, મગર, અજગર સહીતના સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈ સ્થાનિકો ગભરાઈ જાય છે, ઘણીવાર ગભરાયેલા લોકો આવા પ્રાણીઓ પર હુમલો કરી દેતા હોય છે જે તદ્દન માનવીય નથી. આવા સમયે હેલ્પલાઈન્સની મદદ લઈ તેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરાવવા જોઈએ જેથી તેમને જીવનનો અધિકાર અને આપણને સુરક્ષા મળી રહે. આવી જ એક ઘટના આણંદ જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં બોરસદના એક ગામમાં આવેલા ઘરમાં અજગરનું બચ્ચુ ઘૂસી જતા અફરાતફરી મચી હતી. જોકે તેમણે જાતે પકડવા કે હુમલો કરવાનું ટાળીને મદદ લેવાનું નક્કી કર્યું હતું તે આવકારદાયક છે. આંકલાવ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમે અજગરના બચ્ચાનુ રેસ્કયુ કરતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

બેટી બચાઓ અભિયાન પૂરજોશમાં છતાં દીકરી સાથે આવું કેમ? કેમ ડરે છે દીકરીના માતા પિતા? જૂનાગઢની ચોંકાવનારી ઘટના

ભોજન લઈ અજગરનું બચ્ચુ ઘરેમાં આરામ ફરમાવતું હતું અને…

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામના નદી કાંઠાના વિસ્તારમાં સોના તલાવડી પાસે જીઆઈડીસીની બાજુમાં રહેતા ગુલાબભાઈ પરમારના ઘરમાં બપોરના સમયે અજગરનું એક 3 ફૂટનું બચ્ચુ પહોંચી ગયું હતું અને આરામ ફરમાવી રહ્યું હતું. કારણ કે અજગરનું બચ્ચુ કોઈ ખોરાક ગળીને બેઠુ હતું. દરમિયાન ઘરના સભ્યોની નજર અજગરના બચ્ચા પર પડતા તેઓ ગભરાઈ ગયા હતા.

તેમણે તુરંત આંકલાવ નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં નેચર હેલ્પ ફાઉન્ડેશનની આંકલાવ ટીમના સ્વયંસેવકો સુનિલ રાયપુરા, અલ્પેશ રાયપુરા, અજય રાયપુરા, અમિત ઠાકોર, પ્રતીક રાવળ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને અજગરના બચ્ચાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્કયુ કર્યા બાદ ટીમને જાણ થઈ કે આ અજગરનું બચ્ચું નવજાત છે. બોરસદ વનવિભાગને જાણ કરીને અજગરના બચ્ચાને પુનર્વસન માટે મહિસાગરના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું. આ તરફ ઘરમાંથી અજગરનું રેસ્કયુ થતા ઘરના લોકો સહિત સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT