Anand News: વરસાદમાં એક્ટિવા પર જતા દંપતિ પર પડ્યું ઝાડ, આણંદમાં બનેલી આ દુર્ઘટનામાં બંનેના મોત, બાળક બન્યું નોંધારું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Anand News: આણંદ શહેરના સો ફૂટ રોડ પર ઝાડ પડતા બે ના મોત થયા છે. આણંદ શહેર સહીત જિલ્લામાં વરસાદને લઈને આ ઘટના બની હોવાનુ સામે આવ્યું છે. આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલ દંપતી પર ઝાડ પડતા દંપતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. ઘટનાને પગલે લોકો દોડી આવી ઝાડ નીચે દબાયેલ દંપતીને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડની ટિમ તુરંત ઘટના સ્થળે દોડી આવી ઝાડ કાપી મૃતદેહને બહાર કાઢયા હતા. અને ફાયર બ્રિગેડ દ્વારા ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરાયો હતો. સાથે જ બન્ને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમા મોકલી આપવામા આવ્યા છે.

દંપતિને બહાર કાઢવા લેવાઈ JCBની મદદ પણ…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ જિલ્લામાં બપોર બાદ ઢળતી સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમ્યાન આણંદના 100 ફૂટના રોડ પરથી એક્ટિવા લઈ ને જઈ રહેલ દંપતી પર તોતીંગ ઝાડ પડતાં 28 વર્ષીય ચૌહાણ ભગવત મિસરીલાલ તથા તેમની પત્ની 27 વર્ષીય શાલિની બેન ચૌહાણનુ ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યુ હતુ.ઘટનાને પગલે આસપાસના લોકો તુરંત ઝાડ નીચે દબાયેલ દંપતિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ તથા પોલીસ ઘટના સ્તરે પહોંચી હતી અને જેસીબી ની મદદ થી તોતિંગ ઝાડને ઊંચું કરી દંપતીના મૃતદેહને બહાર કાઢ્યા હતા. અને આણંદ પોલીસે બન્ને દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમા મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

Gujarat Assembly: ફરી એકવાર મેડિકલ યુનિવર્સિટી બિલ મુકાયું પડતું

નજરે જોનારા વ્યક્તિઓએ કહ્યું… અમે અહીંયા જ ઊભા હતા અને…

આ ઘટનાને નજરે જોનાર પ્રત્યક્ષ દર્શી હિરેન પટેલના જણાવ્યા અનુસાર,” અમે અહીંયા ઊભા જ હતા, વરસાદ ચાલતો હતો ધીમો ધીમો. અને એકટીવા સવાર બે જણા જતા હતા અને તૈયારીમાં જ 100 ફૂટના રોડ ઉપર આ ઝાડ એકટીવા પર પડ્યું અને તરત જ અમે બંને જણને બચાવવા માટેની કામગીરીમાં લાગી ગયા. પોલીસને ફોન કર્યો ફાયર વિભાગને ફોન કર્યો અને બંને ટીમ ઘટના સ્થળે આવી ગઈ. જેસીબી વડે ઝાડ ઉચુ કરીને બંને જણાને બહાર કાઢ્યા પરંતુ બંનેના મોત થયા છે. ”

ADVERTISEMENT

તો આ અંગે ફાયર વિભાગના ઓફીસર ધર્મેશ ગોરના જણાવ્યા અનુસાર, ” અમને માહિતી મળી હતી કે આણંદના 100 ફૂટના રોડ પર એક ઝાડ પડી ગયું છે જેને લઈને અમે અમારી ફાયર ની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ઝાડને રસ્તા પરથી કાપીને સાઈડ પર કર્યું હતું તથા ઝાડ નીચે દબાયેલ બંને દંપતીના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

ADVERTISEMENT

શાક લેવા ગયું હતું કપલ અને મળ્યું મોત, બાળક બન્યું નોંધારું

મળતી માહિતી અનુસાર આ બંને દંપતી બાકરોલના રહેવાસી હતા અને આણંદ શાક લેવા માટે ગયા હતા. પરંતુ શાક લઈને તેઓ પરત આવી રહ્યા હતા, ત્યારે જ વરસાદને લઈ એકાએક ઝાડ તેમના પર પડતા દંપતી નુ કરુણ મોત નિપજ્યુ છે. આ દંપતીને એક નાનુ બાળક હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ ઘટનાને લઈને નાનુ બાળક નોંધારૂ બન્યુ છે.

મહત્વનું છે કે, આ વિસ્તારમાં અનેક એવા ઘટાદાર વૃક્ષો છે કે જે અવારનવાર પડતા રહે છે. પરંતુ આજ સુધીને તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. અને આજે બનેલી આ ઘટનામાં એક નિર્દોષ દંપતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, તો એક નાનકડા બાળકને પોતાના માતા પિતા ગુમાવવા પડ્યા છે.

(હેતાલી શાહ.આણંદ)

    follow whatsapp

    ADVERTISEMENT