Anand News: ભવનાથ મહાદેવના મંદિરે વીજ કરંટ લાગતા 1નું મોત, 2ની હાલત ગંભીર
Anand News: આણંદ જિલ્લાનાં ખંભાતના ભાવનાથ મહાદેવ મંદિરમાં વીજળીનો કરંટ લાગવાથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. ઉલ્લેખનીય…
ADVERTISEMENT
Anand News: આણંદ જિલ્લાનાં ખંભાતના ભાવનાથ મહાદેવ મંદિરમાં વીજળીનો કરંટ લાગવાથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ્યાં એક તરફ લોકો વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે ત્યાં આવી ઘટના સામે આવતા સહુ માટે આ ચોંકાવનારી ઘટના હતી. જોકે અહીં આપને જણાવી દઈએ કે આ વરસાદી વાદળોથી થતી વીજળી નહીં પરંતુ ઈલેક્ટ્રીક સપ્લાય માટે પસાર થતી વીજળીથી વીજ કરંટ લાગ્યાની ઘટના બની છે. હાલમાં પાછું શ્રાવણ માસ પણ છે અને મહાદેવજીના મંદિરે આ મહિનામાં ભક્તોની કેટલી ભીડ રહેતી હોય છે તે તો આપ સારી રીતે જાણો જ છો. નિશ્ચિત જ અહીં મોટી ઘટના બનતા રહી ગઈ છે.
Salangpur temple: હથિયાર બતાવનારા મહંતને પોલીસનું તેડું, કાયદો કરશે કાયદાનું કામ…?
મંદિરે બનાવાયેલી અમરનાથની ગુફા જોવા આવ્યા હતા હજારો શ્રદ્ધાળુઓ
ખંભાતમાં આવેલ નવરત્ન ટોકીઝ પાસે ભવનાથ મહાદેવમાં શ્રાવણમાસ હોવાથી મોટી સંખ્યામા ભક્તો મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. શ્રાવણ માસમાં વર્ષોથી ભગવાન ભોળાનાથની પૂજા ભક્તિ કરવામાં આવે છે. ત્યારે શ્રાવણના સોમવારે મંદિરમાં અમરનાથની ગુફા બનાવવામાં આવી હતી. જેના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તે દરમ્યાન અચાનક મંદિરમા શોર્ટ સર્કિટ થતા વીજળીનો કરંટ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 32 વર્ષીય મુકેશ રવજીભાઈ ચુનારાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું, જ્યારે ફાલ્ગુની બેન રાણા તેમજ કેતન ભાઈ રાણાને પણ વીજ કરંટ લાગ્યો હતો. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
(હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT
ADVERTISEMENT