આણંદમાં 79.87 લાખના દારુ પર ફરી વળ્યું પોલીસનું બુલ્ડોઝર- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લામાં હજી તો પાંચ દિવસ પહેલા જ પોણા ત્રણ કરોડના દારૂ પર પોલીસે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વધુ 79.87 લાખના દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. જેને લઈને આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અત્યાર સુધી 4 કરોડ ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપ્યો છે અને નાશ પણ કરાયો હોવાનું સામે આવ્યું છે.

આણંદ જિલ્લો દારુની હેરફેર માટે સિલ્ક રૂટ?
આણંદ જિલ્લો જાણે દારૂની હેરાફેરીનો સોફ્ટ રૂટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આણંદ જિલ્લામાં અવાર-નવાર લાખો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે અને છેલ્લા વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂનો નાશ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હજી પાંચ દિવસ પહેલા જ આણંદ જિલ્લાના બેડવા એક્સપ્રેસ હાઈવે નજીક છેલ્લા એક વર્ષ દરમિયાન આણંદ પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા 2 કરોડ 87 લાખ 7 હજાર 691 રૂપિયાનો દારૂનો નાશ કરાયો હતો. જ્યારે આજે વધુ લાખોની કિંમતનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આણંદ જિલ્લાના પેટલાદ ડિવિઝનમાં આવતા બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસ મથકના વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો આજે નિશરાયા નજીક નાશ કરવામાં આવ્યો. જેમાં 57,270 દારૂ તથા બીયરની બોટલો જેની કિંમત 79 લાખ 87,680 રૂપિયા જેટલી થાય છે. આજે ફરી પોલીસ દ્વારા લાખોની કિંમતના દારૂના બોટલ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું દરમિયાન દારૂની નદીઓ વહી રહી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના ગામડાઓમાં કર્યો સીધો સંપર્ક, સરપંચો સાથે કરી વાત

મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં પોલીસે 4 કરોડ 66 લાખ 95 હજાર 371 રૂપિયા જેટલી કિંમતનો દારૂ તથા બિયરનો જથ્થો ઝડપ્યો અને અગાઉ પોણા 3 કરોડ રૂપીયાનો દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે આજે વધુ 79.87 લાખ રૂપીયાનો દારૂના જથ્થાનો નાશ કરાયો છે. જેને લઈને હવે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT