આણંદમાં યુવતી ચઢી ગઈ હોર્ડિંગ પર, આપઘાત કરે તે પહેલા બચાવાઈ

Urvish Patel

ADVERTISEMENT

આણંદમાં એક હાઇવોલટેજ દ્રશ્યો સર્જાયા હતા, એક યુવતી 20 થી 25 ફૂટ ઊંચે લગાવેલા હોર્ડિંગ પર ચઢી જાય છે અને ત્યાંથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે છે.
આણંદમાં એક હાઇવોલટેજ દ્રશ્યો સર્જાયા હતા, એક યુવતી 20 થી 25 ફૂટ ઊંચે લગાવેલા હોર્ડિંગ પર ચઢી જાય છે અને ત્યાંથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે છે.
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આણંદમાં એક હાઇવોલટેજ દ્રશ્યો સર્જાયા હતા, એક યુવતી 20 થી 25 ફૂટ ઊંચે લગાવેલા હોર્ડિંગ પર ચઢી જાય છે અને ત્યાંથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે છે. જોકે સ્થાનિકોની સમય સૂચકતા એ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા યુવતીનું ફિલ્મી સ્ટાઇલમાં રેસ્ક્યું કરાયું હતું. બુધવારે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. યુવતી હેમખેમ નીચે આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દોરડું બાંધી કરાયું રેસ્ક્યુ
આણંદના રેલ્વેસ્ટેશન પાસે આવેલ સીટી બસ સ્ટેન્ડ પાસે આવેલ દિશા સૂચક હોર્ડીંગ બોર્ડ પર એક યુવતી ચડી ગઈ હતી. આ બોર્ડ આશરે 20 થી 25 ફૂટ ઊંચું હતું. યુવતી એ બોર્ડ પરથી કૂદકો મારવાનો પ્રયાસ કરતી હતી, દરમિયાન સ્થાનિકોએ તેને જોઈ જતા લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને સમય સૂચકતા વાપરી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આણંદ ફાયબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને યુવતીને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે યુવતી માનસિક રીતે અસ્વસ્થ દેખાતી હતી જેને લઈને ફાયર વિભાગની ટીમે દોરડું બાંધીને તેનુ રેસ્ક્યુ કરવાનું નિર્ણય કર્યો. ત્યારબાદ ફાયરના જવાનોએ યુવતીને દોરડા વડે બાંધીને સફળતાપૂર્વક નીચે ઉતારી ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે યુવતી અવારનવાર જેર પીધું હોવાનુ રટણ કરતી હતી જેને લઇને સૌ કોઇના જીવ પડીકે બંધાયા હતા. અને તાત્કાલિક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ તો આ યુવતી કોણ છે, અને કેમ આવું પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કિચ્ચા સુદીપે ભાજપને સમર્થન જાહેર કર્યું, પ્રકાશ રાજે કહ્યું મે સાવ આવો નહોતો ધાર્યો

બસ ઊભી રખાવી કર્યું રેસક્યુ
આ અંગે ફાયર વિભાગના અધિકારી ધર્મેશ ગોરએ જણાવ્યું કે, અમને એક કોલ મળ્યો હતો કે એક યુવતી આણંદ વિટકોસ બસ સ્ટેન્ડ પાસેના હોરડિંગ પર ચઢી ગઈ છે, અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. આ કોલ મળતા અમે તુરંત અમારી તાલીમબધ્ધ જવાનોની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં પેહલા તો યુવતીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ યુવતી માનસિક રૂપથી અસ્થિર હોવાનું સમજાતા અમે તે પ્રમાણે યુવતીનું રેસ્ક્યુ કરવાનું નક્કી કર્યું. જેને લઇને અમે હોર્ડિંગ્સની નીચે બસ ઊભી રાખી બસની ઉપર ચઢીને દોરડું બાંધી યુવતીને દોરડા વડે સુરક્ષિત નીચે ઉતારી હતી. દરમિયાન તેને ઝેર પીધું હોવાનું રટણ કરતી હતી, જેને લઈને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

યુવતી કેવી રીતે ચઢી ગઈ હોર્ડિંગ પર
મહત્વનું છે કે ભર બપોરમાં આ યુવતી હોડીંગ્સ પર ચઢી ગઈ ત્યાં સુધીને કોઈનું પણ ધ્યાન તેની તરફ ગયું નહીં પરંતુ જેવી તે ઉપરથી નીચે કૂદવા જતી હતી તે દરમિયાન લોકોનું ધ્યાન તેની બાજુ ગયું હતું. જો લોકોના જોતા પહેલા જ આ યુવતી કૂદી ગઈ હોત તો આ યુવતીએ જીવ ગુમાવ્યો હોત. પરંતુ સદનસીબે લોકોની નજર આ યુવતી પર જતા આ યુવતીનું તુરંત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે સમય આ ઘટના બની તે સમયે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા, જેને લઈને ફફરાં તફરીનો માહોલ પણ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકોની સતર્કતાને કારણે એક યુવતીનો જીવ બચ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT