Anand News: આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરોનો તરખાટ, રાત્રે સૂતેલા દર્દીનો પગ કોતરી ખાધો

ADVERTISEMENT

Anand Hospital News
Anand Hospital News
social share
google news
  • આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરનો તરખાટ.સામે આવ્યો છે.
  • પુરુષ વોર્ડમાં દાખલ થયેલા ઉંદરે વૃદ્ધના પગમાં બચકા ભર્યા.
  • રાત્રિ દરમિયાન દર્દી સૂઈ રહ્યા હતા તે સમયે ઘટના બની.

Anand News: આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જનરલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસથી દર્દીઓ ખૌફમાં છે. પુરુષ વોર્ડમાં એડમિટ દર્દીના પગ ઉંદરે કોતરી ખાધા હોવાની ઘટના સામે આવી છે. રાત્રે સૂઈ રહેલા દર્દીને પગમાં ઉંદર કરડી ગયા હતા, હાલમાં વૃદ્ધની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

રાત્રે ઊંઘતા દર્દીનો ઉંદર પગ કોતરી ગયા

વિગતો મુજબ, આણંદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં ઉંદરોએ તરખાટ મચાવ્યો છે. હોસ્પિટલના પુરુષ વોર્ડમાં 75 વર્ષના દર્દી દાખલ હતા. રાત્રે દર્દી ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન ઉંદરોએ તેમના પગ કોતરી ખાધા હતા. દર્દીના સ્વજનોનો આરોપ છે કે ઉંદર કરડ્યા બાદ પણ સ્ટાફ દ્વારા દર્દીની સારવારમાં બેદરકારી કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલમાં સુવિધાઓનો પણ અભાવ છે.

રાત્રે ઉજાગરા કરવા પડે તેવી સ્થિતિ

હોસ્પિટલમાં જ ઉંદરો ફરીને આ રીતે દર્દીઓને કોતરી ખાતા હોવાથી તેમણે ઉજાગરા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય છે કે, આ પહેલા જામનગરની જી.જી હોસ્પિટલમાં એક મૃતદેહને ઉંદરોએ કોતરી ખાધો હતો. મામલો સામે આવ્યા બાદ મૃતકના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો.

ADVERTISEMENT

(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)

    follow whatsapp

    ADVERTISEMENT